GUJARAT

રાજકોટનો અગ્નિવીર સૈનિક ટ્રેનિંગ દરમિયાન થયો શહીદ

અગ્નિવીર ટ્રેનિંગ દરમિયાન રાજકોટના જામકંડોરણાના આચવડ ગામનો એક સૈનિક યુવક નીરગતિ પામ્યો છે. ટ્રેનિંગ દરમિયાન નાસિકના દેવલાલીમાં ફાયરિંગ રેન્જમાં ગનનું ભ્રષ્ટ ફાયર થતાં સૈનિક વીરગતિ પામ્યો હતો.

યુવાન સૈનિક વિશ્વરાજસિંહ ગોહિલ જામકંડોરણાના આચવડ ગામનો રહેવાસી હતો. અને તે ભારતીય અગ્નિવર યોજનામાં જોડાયો હતો. આ યોજનાનો ટ્રેનિંગ કેમ્પ હૈદરાબાદમાં હતો, જેથી આ યુવક ટ્રોનિંગ લેવા હૈદરાબાદ ગયો હતો. ત્યાંથી તેને નાસિકના દેવલાલીમાં 8 દિવસ માટે ટ્રેનિગમાં મોકલવામાં આવ્યો હતો. ટ્રેનિંગ દરમિયાન નાસિકના દેવલાલીમાં ફાયરિંગ રેન્જમાં ગનનું ભ્રષ્ટ ફાયર થતાં સૈનિક વીરગતિ પામ્યો હતો. સૌનિકની શહીદીથી પરિવારમાં આભ ફાટી પડ્યુ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તે સાથે આચવડ ગામના રહેવાસીઓ પણ શોકમય બન્યા છે. વિશ્વરાજસિંહ ગોહિલનો નશ્વરદેહ માદરે વતન લવામાં આવ્યો ત્યારે ગામવાસીઓ અને આસપાસના લોકો મોટી સંખ્યામાં હાજર રહી વીરને સલામી આપી છે.

યુવાન સૈનિક વિશ્વરાજસિંહ ગોહિલની શહીદી પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે X પર પોસ્ટ કરીને સૈનિકને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે પોસ્ટ કરી શ્રદ્ધાંનજલી પાઠવતા લખ્યુ કે, દેશસેવામાં જીવન સમર્પિત કરનાર વીર શહીદને શ્રદ્ધાંજલિ. પરમાત્મા તેમની આત્માને શાંતી આપે. ‘સ્વજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે’

અગ્નિવીરની શહીદી પર કેન્દ્ર અને રાજ્યના ઘણા મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓએ શ્રદ્ધાંજલી આપી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, કેબીનેટ મંત્રી ભાનુંબેન બાબરીયા અને MLA જયેશ રાદડિયાએ અગ્નિવીરને શ્રદ્ધાંજલિ આપી પરિવારજનોને સાંત્વના આપી છે. સાથે જિલ્લા પોલીસ વડા, કલેકટર, DYSP સહિત અધિકારીઓ પણ શહીદને શ્રદ્ધાજલી અર્પણ કરી છે.

શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન સાથે વિદાય અપવામાં આવી છે. શહીદની અંતિમયાત્રા ગ્રામજનો અને આસપાસના લોકો મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button