એગ્રીસ્ટેક ખેડૂત રજીસ્ટ્રેશનમાં ખેડૂત ભાઈઓ અને બહેનો જાતે પણ ખેડૂત નોંધણી કરી શકશે. યુટ્યુબ વિડીઓ પણ જોઈ શકાશે. જેના માટે આ યુ-ટ્યુબની https://www.youtube.com/watch?v=sg4oFzcgNY0 પરથી પણ ખેડૂતો રજીસ્ટ્રેશન પ્રોસેસ શીખી શકશે.જિલ્લાના તમામ તાલુકાઓમાં પીએમ કીસાન યોજના હેઠળ ખાતેદાર ખેડૂતોની નોંધણી 100 ટકા તા.25 નવેમ્બર 2024 સુધી થાય તે માટે સેલ્ફ મોડમાં ફાર્મર રજીસ્ટ્રી કરવા માટે અનુસરવાના થતાં સ્ટેપ આ મુજબ છે.
ન્યૂ એકાઉન્ટ કરો
ખેડૂતે https://gjfr.agristack.gov.in/ લિન્ક ઓપન કરી ને ફાર્મર લૉગિનમાં create new account પર ક્લિક કરવું.સૌપ્રથમ ખેડૂતે પોતાનો આધાર નંબર દાખલ કરવાનો રહેશે.ત્યારબાદ ખેડૂતને તેમના આધારથી લિન્ક મોબાઈલ નંબરમાં otp મેળવશે તે દાખલ કરવો.આધારના વેરિફિકેશન પછી ખેડૂતનો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. તે નંબર પર OTP આવશે તે દાખલ કરવો. ત્યારબાદ સૌથી નીચે નવો પાસવર્ડ સેટ કરવાનો રહેશે.
પાસવર્ડથી કરો લોગીન
ત્યારબાદ ખેડૂતના મોબાઈલ નંબર અને સેટ કરેલા પાસવર્ડથી લોગીન કરવાનું રહેશે. લોગીન થતાં ખેડૂતની માહિતી સ્થાનિક ભાષામાં વેરીફાય કરવાની રહેશે અને તે માહિતી જરૂરિયાતો હોય તો બદલી પણ શકે છે.આધાર કાર્ડ પ્રમાણે ખેડૂતનું સરનામું દેખાશે જે ચેક કરવાનું રહેશે.આપેલ land ownership ડ્રોપ ડાઉન માંથી ઓપરેટરે owner પસંદ કરવાનું રહેશે.Occupation details માં આપેલ બંને ચેક બોક્ષને સિલેકટ કરવાના રહેશે.fetch land details પર ક્લિક કરવું.ખેડૂતની જમીનનો સર્વે નંબર દાખલ કરવો.
આપેલ ડ્રોપડાઉન માંથી ખેડૂતનું નામ પસંદ કરો
જમીનના સર્વે નંબરની સામે આપેલ ચેક બોક્ષને સિલેકટ કરી સબમિટ પર ક્લિક કરતાં તે નંબર fetch થઈ જશે.Fetch થયેલ સર્વે નંબરનો name match score ચેક કરવાનો રહેશે. એક જ ગામના સર્વે નંબર દાખલ કર્યા બાદ verify all land પર ક્લિક કરવું.
નીચે આપેલ 4 ચેક બોક્ષ ટીક કરવા
01-ત્યારબાદ save બટન પર ક્લિક કરવું. ત્યાર બાદ proceed to E-Sign button પર ક્લિક કરવું.
02-ત્યારબાદ આધારના C-DAC પેજ પર લઈ જશે ત્યાં ખેડૂતનો આધાર નંબર દાખલ કરવો.આધાર સાથે લિન્ક થયેલ નંબર OTP આવશે તે અહી દાખલ કરવો.
03-ત્યારબાદ submit પર ક્લિક કરવું.
04-રજીસ્ટ્રેશન પૂર્ણ થવા પર તે ખેડૂતનો એનરોલમેન્ટ નંબર દેખાશે.
Source link