GUJARAT

Agriculture News: ચોમાસામાં આ રીતે દૂધાળા પશુઓની રાખો સંભાળ,દૂધના ઉત્પાદનમાં થશે ફાયદો

  • વરસાદની સિઝનમાં દૂધાળા પશુઓની માવજત કરવી જરૂરી
  • પશુપાલક માટે વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવો અનેક ઉપાયો
  • દૂધાળા પશુઓને લીલો ઘાસચારો ખવડાવવાથી દૂધ ઉત્પાદન વધે છે

વરસાદની સિઝન માત્ર માનવજાત માટે જ નહીં પરંતુ પશુ-પક્ષીઓમાટે પણ બિમારીઓનું જડ હોય છે. પશુપાલક માટે આવી પરિસ્થિતિઓનો સામનો કરવો અનેક ઉપાયો પડકારજનક હોય છે. કારણ કે, તેનો સીધો સંબંધ દુધના નફા અને નુકસાન સાથે જોડાયેલો છે. એટલે વરસાદની સિઝનમાં પશુપાલકોને તેમના પશુઓની વિશેષ સંભાળ રાખવાની જરૂર હોય છે.

પશુના ડૉક્ટરની સલાહ લેવી જરૂરી

વરસાદની સિઝનમાં દૂધાળુ પશુઓને વિષાણુજન્ય ખુર અને મોઢાની બિમારીઓનો ખતરો વધુ રહે છે. એ સમયે પશુપાલકોને તેમના પશુઓને પેટના કીડા માટે દવા આપવી જોઈએ અને ખુરપકા, મુંહપકાની રસી લગાવવી જરૂરી હોય છે. પશુના લોહીમાં જોવા મળતા સૂક્ષ્મ પરજીવી, જેમ કે ફાઇલેરિયા, બેબેસિયા અને ટ્રિપેનોસોમા કિલનીથી ફેલાતા પરજીવી પશુઓના સ્વાસ્થય માટે ખૂબ જ હાનિકારક હોય છે.

ગાય કે ભેંસમાં વધુ પડતું જોવા મળે છે કે, યકૃતમાં ચપટા કીડા થઈ જાય છે. આથી તેમને ભૂખ ન લાગવી, નીચલા જડબાના વચ્ચે સૂજન આવી જવી, નરમ તાવ, નબળાઈ જેવા લક્ષણો જો જોવામાં આવે, તો તરત જ પશુના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. વરસાદના મોસમમાં પશુ ઘરની જમીન સૂકી રાખવી જોઈએ. જો ઘર કાચું હોય તો સમયસર લીપવું જોઈએ અને જો પક્કું હોય તો તૂટેલી ફલોરની મરામત અને રંગરોગ કરી લેવી જોઈએ. વરસાદ પછી બાડામાં દવાઓ છાંટવી જોઈએ. તેમજ ગોબરનો ઢગલો વધુ સમય સુધી ન મૂકવો જોઈએ. પશુ ઘરના આસપાસ ચુનોનો છંટકાવ અને તળાવમાં તેલનો છંટકાવ માખી-મચ્છરોની રોકથામ માટે અસરકારક સાબિત થઈ શકે છે.

દૂધાળા પશુઓને લીલો ચારો ખવડાવવાથી દૂધ ઉત્પાદન વધે છે

વરસાદની ઋતુમાં દૂધાળા પશુઓને લીલો ચારો ખવડાવવાથી દૂધ ઉત્પાદન તો વધે જ છે. આ સાથે સાથે પશુઓનું આરોગ્ય પણ જળવાઈ રહે છે. ખેતરોમાં ઘણાં નીંદણ છે જેનો ચારા તરીકે ઉપયોગ થાય છે. પશુ ચિકિત્સકોના જણાવ્યા અનુસાર, લીલા ચારાની સાથે સૂકો ચારો પણ આપવો જોઈએ જેથી પશુઓ બિમાર પડે નહીં.

તબીબી સલાહ લઈને જ પશુઓને ઇન્જેક્શન અથવા દવાઓ આપવી જોઈએ

એલ્બેન્ડાઝોલ બોલસ અથવા સીરપ 5.8 મિલી પ્રતિ કિલો શરીરિક ભાર પ્રમાણે અને 0.2 મિલી પ્રતિ કિલો શરીરિક ભાર પ્રમાણે પશુના મોંમાં આપવી જોઈએ. જ્યારે ઇન્જેક્શન દ્વારા આઇવર્મેક્ટિન 50 કિલો શરીરિક ભાર પ્રમાણે 1 મિલી આપવું જોઈએ. જે આંતરિક અને બાહ્ય પરજૈવી બન્ને માટે અસરકારક સાબિત થાય છે. તે ઉપરાંત, તબીબી સલાહ લઈને જ પશુઓને ઇન્જેક્શન અથવા દવાઓ આપવી જોઈએ.

માવજત કરવાં આવે તે વધારે જરૂરી છે જેના દ્વારા દુધાળા પશુઓને ફાયદો થશે આ સાથે પશુપાલકોએ પશુ તબીબોને માવજત કરવા 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button