ટાટા સન્સના માનદ ચેરમેન રતન ટાટાએ દુનિયાને અલવિદા કહ્યુ છે. તેમણે બુધવારે રાત્રે બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના નશ્વર દેહને હોસ્પિટલમાંથી
અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યો છે. મુંબઈના નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ હોલમાં રાખવામાં આવશે. ગુરુવારે સવારે 10 થી બપોરે 3.30 વાગ્યા સુધી લોકો અહીં તેમના અંતિમ દર્શન કરી શકશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે રતન ટાટાને રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે.
આ રીતે કરાશે અંતિમ સંસ્કાર
રતન ટાટાના નશ્વર દેહને વરલીના પારસી સ્મશાનભૂમિમાં લાવવામાં આવશે. સૌ પ્રથમ મૃતદેહને પ્રાર્થના મંડપમાં રાખવામાં આવશે. હોલમાં લગભગ 200 લોકો હાજર રહી શકે છે. પ્રાર્થના લગભગ 45 મિનિટ સુધી ચાલશે. પ્રાર્થનાસભામાં પારસી પરંપરામાં ‘ગેહ-સારનુ’ વાંચવામાં આવશે. નશ્વરદેહના મોં પર કપડાનો ટુકડો મૂકીને ‘અહનવેતિ’નો આખો પહેલો પ્રકરણ વાંચવામાં આવશે. આ એક શાંતિ પ્રાર્થનાની પ્રક્રિયા છે. પ્રાર્થના પ્રક્રિયા પૂર્ણ થયા પછી નશ્વરદેહને ઇલેક્ટ્રિક અગ્નિદાહમાં મૂકવામાં આવશે. આ રીતે અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂર્ણ થશે.
અંતિમ દર્શન કરવા લોકોનો જમાવડો
રતન ટાટાના નશ્વર દેહને તિરંગાથી લપેટવામાં આવ્યો છે. નશ્વરદેહને નરીમાન પોઈન્ટ ખાતેના નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ (NCPA)માં રાખવામાં આવ્યો છે. તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. બપોરે 3.30 વાગ્યા સુધી લોકો અંતિમ દર્શન કરી શકશે. અંતિમ સંસ્કાર મુંબઈના વર્લી વિસ્તારમાં સાંજે 4 વાગ્યે કરવામાં આવશે.
Source link