ખ્યાતિ હોસ્પિટલમાં પીએમ-જેએવાયમાં નાણાં કમાવવા માટે જરૂર ન હોય તેવા દર્દીઓની પણ સારવાર કરી દેવાતી હતી, બે દર્દીનાં મોત બાદ આ વાતનો ઘટસ્ફોટ થયો છે. ખ્યાતિ હોસ્પિટલના વડા એવા કાર્તિક પટેલ અત્યારે પણ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તરીકે યથાવત છે.
હકીકતમાં જગન્નાથ મંદિર ટ્રસ્ટે આવા વોન્ટેડ આરોપીની ટ્રસ્ટી તરીકે હકાલપટ્ટી કરવી જોઈએ, એટલું જ નહિ પરંતુ ટ્રસ્ટના કથિત જમીન કૌભાંડમાં કાર્તિક પટેલની શું ભૂમિકા હતી તેની પણ સરકારે તપાસ યોજવી જોઈએ તેવી પણ એક માગણી ઊઠી છે.કાર્તિક પટેલની ખ્યાતિ હોસ્પિટલ ખરેખર તો એક કતલખાનાની જેમ ચાલતી હતી, જેમાં વગર કામે પણ દર્દીઓ પર ચીરફાડ થતી હતી. કાર્તિક પટેલ જેવા આરોપીને તાત્કાલિક ટ્રસ્ટી પદેથી હટાવવા જોઈએ. પીએમ-જેએવાયમાં નાણાં કમાવવા માટે આડેધડ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી દેવાતી હતી, કાર્તિક પટેલની આ હોસ્પિટલમાં જે મોત કાંડ સામે આવ્યો છે તેમાં પીએમ-જેએવાય સાથે સંકળાયેલા કોઈ અધિકારી કે કર્મચારી સામેલ છે કે કેમ તેની પણ ઝીણવટભરી તપાસ થવી જોઈએ. એવા પણ આક્ષેપો થયા છે કે, સરકારી તંત્રની મિલીભગત વિના આ કાંડ શક્ય નથી. પીએમ-જેએવાયમાં કમિશનના ખેલમાં નિર્દોષ દર્દીઓના ભોગ લેવાઈ રહ્યા છે, જે ખૂબ ગંભીર બાબત છે.
Source link