ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી-2025માં શરૂ થનારી ધોરણ.10-12ની બોર્ડની પરીક્ષા માટે અત્યાર સુધીમાં 13.75 લાખ જેટલા વિદ્યાર્થી નોંધાયા છે. ધોરણ-10ની પરીક્ષા માટે 8,65,396 વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહ માટે 4,00,449 અને ધોરણ-12 સાયન્સમાં 1,09,780 વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા છે. ગત માર્ચ-2024ની પરીક્ષામાં રાજ્યમાંથી કુલ 15.39 લાખ જેટલા ફોર્મ ભરાયાં હતાં.
આગામી તા.27 ફેબ્રુઆરી-2025થી શરૂ થનારી ધોરણ-10 અને 12ની પરીક્ષા માટે હાલમાં ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે, જેમાં રેગ્યુલર ફી સાથે ફોર્મ સ્વીકારવાની મુદત પૂર્ણ થયા બાદ લેટ ફી સાથે ત્રણ તબક્કામાં ફોર્મ સ્વીકારવાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ-10 માટેના ફોર્મ 22 ડિસેમ્બર સુધી સ્વીકારાશે, જ્યારે ધોરણ-12 સાયન્સના ફોર્મ પણ 22 ડિસેમ્બર સુધી સ્વીકારાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહના 24 ડિસેમ્બર સુધી સ્વીકારવામાં આવશે. બોર્ડની પરીક્ષા માટે અત્યાર સુધી કુલ 13,75,625 વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયાં છે, જેમાં ધોરણ-10ની પરીક્ષા માટે 8,65,396 વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા છે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહ માટે 4,00,449 વિદ્યાર્થીઓના ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે. આ ઉપરાંત ધોરણ-12 સાયન્સમાં 1,09,780 વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયાં છે. માર્ચ-2024ની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી 15.39 લાખ જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયાં હતાં, જેમાં ધોરણ-10 માટે 9,17,687 ફોર્મ ભરાયાં હતાં. જ્યારે ધોરણ-12 સાયન્સની પરીક્ષા માટે 1,31,987 ફોર્મ ભરાયા હતા. આ ઉપરાંત ધોરણ-12 સામાન્ય પ્રવાહ માટે 4,89,279 ફોર્મ ભરાયાં હતાં. આમ, કુલ 15,38,953 જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયાં હતાં.
Source link