ઇન્ડિયન બ્લાઇન્ડ સ્પોર્ટ્સ એસોસિયેશન તથા ગુજરાત પેરા સ્પોર્ટ્સ એસોસિયેશન દ્વારા 14મી ડિસેમ્બરથી નડિયાદ ખાતેના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 23મી નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ફોર ધ બ્લાઇન્ડનું આયોજન કરવામાં આવ્યું છે.
19 રાજ્યોમાંથી 175 એથ્લેટ્સ ભાગ લેવાના છે. ટી11, ટી12 તથા ટી13 એમ ત્રણ શ્રોણીમાં 53 (મેન્સ માટે 29 તથા વિમેન્સ માટે 24) ઇન્ટરનેશનલ તથા સ્થાનિક ઇવેન્ટ્સ યોજાશે. 2024ની સમર પેરાગેમ્સની વિમેન્સ 200 મીટર ટી12માં બ્રોન્ઝ મેડલ જીતનાર સિમરન શર્મા તથા જુડોમાં બ્રોન્ઝ હાંસલ કરનાર કપિલ પરમાર આ ઇવેન્ટમાં હાજર રહેશે. 13મી ખેલાડીઓનું દૃષ્ટીકરણ થશે અને ત્યારબાદ અધિકારીઓ માટે નાડા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. 16મી ડિસેમ્બરે ગેમ્સ ફિનાલે યોજાશે અને ખેલાડીઓને મેડલ્સ આપ્યા બાદ ગેમ્સનું સમાપન કરવામાં આવશે.
Source link