GUJARAT

Ahmedabad: 29.56 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, રેલવે પોલીસે 4 આરોપીની કરી ધરપકડ

અમદાવાદ રેલ્વે સ્ટેશનના રેલવે યાર્ડમાં થોડા દિવસો પહેલા થયેલી લાખો રૂપિયાની પાર્સલની લૂંટનો ભેદ આખરે આજે ઉકેલાયો છે. આ મામલે અમદાવાદ રેલવે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. હથિયારો સાથે આરોપીએ લૂંટને અંજામ આપ્યો હતો.

રૂપિયા 29.56 લાખની આરોપીઓએ કરી હતી લૂંટ

રેલવે પોલીસે 4 આરોપીઓની આ કેસમાં ધરપકડ કરી છે. જેમાં આસિફ ગાંડી ઉર્ફે આમિરખાન, અયુબ કુરેશી, સિકંદર ઉર્ફે જગો શેખ અને આમિરખાન ઉર્ફે બાબાની લૂંટ અને ધાડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગએ રેલવેમાં આંતક મચાવ્યો હતો. રેલવે સ્ટેશન પર આવેલા પાર્સલના ગોડાઉનમાં ધાડ કરીને રૂપિયા 29.56 લાખના ઈમિટેશન જવેલરીના પાર્સલ સહિતના ટ્રકની લૂંટ આરોપીઓએ કરી હતી. આ ગેંગ ઘાતક હથિયારો સાથે લૂંટ અને ધાડ કરતા હતા. જેને લઈને રેલવે પોલીસે CCTV ફુટેજના આધારે ચારેય આરોપીની ધરપકડ કરી છે.

આરોપીઓના હથિયારો સાથેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા

રેલવે પોલીસની તપાસમાં સામે આવ્યું કે રેલવે યાર્ડમાં આવેલા લીઝ પાર્સલ હોલ્ડરની ઓફિસમાં બે મોપેડ પર તલવાર અને તિક્ષ્ણ હથિયારો લઈને પાંચ જેટલા આરોપીઓ પહોંચ્યા હતા અને લૂંટ ચલાવી હતી. આ આરોપીઓના હથિયારો સાથેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેમને વીડિયો બનાવીને આંતક મચાવ્યો છે. આ ચારેય આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

તમામ આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

આરોપી આસિફ ગાંડી વિરુદ્ધ 28 જેટલા ગુનાઓ નોંધાયા છે અને 5 તેને વખત પાસા કરવામાં આવી છે. જ્યારે અન્ય આરોપી અયુબ કુરેશી વિરુદ્ધ 10 ગુના નોંધાયા છે. આરોપી સિકંદર વિરુદ્ધ પણ 3 ગુના નોંધાયા છે અને આમિર ઉર્ફે બાબા વિરુદ્ધ પણ અગાઉ 5 ગુના નોંધાયેલા છે. આ સમગ્ર મામલે પોલીસે તમામ મુદ્દામાલ રિકવરી કરી ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ એક આરોપી સલમાન ક્રેકની શોધખોળ હાથ ધરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button