રાજ્યની શાળાઓમાં જ્ઞાન સહાયક હાજર ન થાય એવા કિસ્સામાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતાં રાજ્યના હજારો વિદ્યાર્થીઓ શિક્ષકથી વંચિત રહેશે એવુ ખુદ સ્કૂલોના શિક્ષકો જણાવી રહ્યાં છે. મહત્ત્વની વાત એ છે કે, જ્ઞાન સહાયક હાજર થતા નથી અથવા તો થયા પછી પણ છોડી જતા રહેતા હોવાની ફરિયાદો ઉઠવા છતાં અંધેર તંત્ર દ્વારા કોઈ જ વ્યવસ્થા કરાઈ ન હોવાના પણ આક્ષેપ થયા છે.
બીજી તરફ શિક્ષકોના સંઘ દ્વારા શિક્ષણ વિભાગ સમક્ષ માગ કરવામાં આવી છે કે, 31મી ઓક્ટોબરના રોજ નિવૃત્ત થયેલ શિક્ષકોની ખાલી જગ્યામાં કાયમી ભરતી ન થાય ત્યાં સુધી જ્ઞાન સહાયક આપવામાં આવે.પ્રથમ સત્રના અંતે 31 ઓક્ટોબર, 2024ના રોજ રાજ્યના ઘણા શિક્ષકો નિવૃત્ત થયા છે. આ શિક્ષકોના નિવૃત્તિના કારણે ઘણી શાળાઓમાં જગ્યા ખાલી પડી છે. આ ખાલી જગ્યાઓના લીધે વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડે તેમ છે. જેથી આ ખાલી જગ્યાઓ પર જ્યાં સુધી કાયમી શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી વચગાળાની રાહતરૂપે જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવે તે માટે રાજ્યના શિક્ષણમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
Source link