Ahmedabad: 400 વર્ષ જૂનું અસારવા ગામ દરવાજા વિહોણું બન્યું, ચાર મહિનાથી રિપેર ન થતાં રોષ
શહેરના મધ્યમાં આવેલું અસારવા ગામના નાકા પર છેલ્લા ઘણા સમયથી લગાવવામાં આવેલા દરવાજા દૂર થયા છે. જેના કારણે સ્થાનિકોએ તે દરવાજાના બોર્ડ ફરી લાગવવા માટેની માગણી કરી છે. આ અંગે અસારવા યુથ સર્કલના આગેવાને જણાવ્યું કે, 400 વર્ષ જૂનું અસારવા ગામ છેલ્લા કેટલાક સમયથી દરવાજા વિહોણું બન્યું છે.
જૂના અસારવા ગામ અને નવા અસારવા ગામ બંને બાજુ પર છેલ્લા ઘણા સમયથી દરવાજો નથી. નવા અસારવા ગામનો દરવાજો ચાર મહિના અગાઉ નબળો પડયો હતો, જેને મ્યુનિ. દ્વારા ઉતારી લેવામાં આવ્યો હતો. આ દરવાજો રિપેર કરવાના બદલે વર્કશોપમાં પડયો પડયો ધૂળ ખાય છે.બીજી તરફ જૂના અસારવા ગામનો દરવાજો 25 દિવસ અગાઉ નબળો પડયો હતો. જેને ઉતારી લેવામાં આવ્યો હતો. આ કારણે ગામના બંને દરવાજા ન હોવાના કારણે લોકોના માટે ગામની ઓળખ જતી રહી હોય તેવું બની ગયું છે. જેના અંગે સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરોને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તેમજ લોકોની માગણી કરી રહ્યા છે કે, આગામી ચૈત્ર નવરાત્રી પહેલા બંને ગામના દરવાજા બની જાય.
Source link