- હાઇકોર્ટની ટકોર બાદ શહેર ટ્રાફ્કિ પોલીસ સક્રિય, 22મી સુધી ડ્રાઇવ
- રોંગસાઇડમાં આવતા વાહનોના 700 કેસ કરીને રૂ. 12.20 લાખનો દંડ ફ્ટકાર્યો
- ગેરકાયદે પાર્કિંગ કરેલા 947 વાહનોને ટો કરીને રૂ. 4.85 લાખનો દંડ
અમદાવાદ સહિતના શહેરમાં અકસ્માતની સંખ્યાઓ વધી રહી છે જેમાં અનેક લોકોના જીવ પણ જઈ રહ્યાં છે ત્યારે હાઈકોર્ટના આદેશ બાદ હવે ફરી ટ્રાફિક પોલીસે હેલ્મેટ સહિતના કાયદાનો અમલ કરવા ડ્રાઈવ શરુ કરી છે.
અમદાવાદ શહેર ટ્રાફ્કિ પોલીસે રોંગ સાઈડ અને હેલ્મેટ વગર વાહન ચલાવતા વાહનચાલકો સામે ગત 8 ઓગસ્ટથી ડ્રાઈવ શરુ કરી છે જે 22 ઓગસ્ટ સુધી ચાલશે, શહેરમાં છેલ્લા બે દિવસમાં હેલ્મેટ વિનાના 7,500 વાહન ચાલકોને ઝડપી ટ્રાફ્કિ પોલીસે 38 લાખનો દંડ વસૂલ કર્યો છે. તેમજ રોંગસાઇડમાં આવતા વાહનોના 700 કેસ કરીને રૂ. 12.20 લાખનો દંડ ફ્ટકારવામાં આવ્યો છે. હાઈકોર્ટની ટકોર બાદ શહેર ટ્રાફ્કિ પોલીસ દ્વારા હેલ્મેટ, રોંગસાઈડમાં ચાલતા વાહનો,ગેરકાયદે પાર્કિંગ સહિતના ટ્રાફ્કિ નિયમોના ભંગ કરનાર વાહન ચાલકો સામે લાલ આંખ કરી છે પણ નાગરિકોમાં હજુ પણ જાગૃતિ આવી નથી. બે દિવસમાં પોલીસે હેલ્મેટ વગરના 7,500 વાહન ચાલકોને પકડી રૂ. 38 લાખનો દંડ વસૂલ્યો છે જે દર્શાવી રહ્યું છે કે હેલ્મેટ પહેરવું નથી પણ જાણે કે દંડ ભરવો મંજૂર છે. રોંગ સાઈડમાં આવતા વાહનોના 700 કેસ કરી રૂ.12.20 લાખનો દંડ ફ્ટકારવામાં આવ્યો છે.
આ ઉપરાંત ગેરકાયદે પાર્કિંગ કરેલા 947 વાહનોને ટો કરીને રૂ. 4.85 લાખનો દંડ અને પ્રતિબંધ સમય હોવા છતા શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરી રહેલા 20 ભારે વાહનોને પકડીને રૂ.1 લાખનો દંડ ફ્ટકાર્યો છે. જો કે મહત્વનું છે કે ટ્રાફ્કિ પોલીસ ડ્રાઇવ હોય એટલા દિવસ જ વાહનચાલકો સામે કાર્યવાહી કરીને સંતોષ માની લેતી હોય તેમ લાગી રહ્યુ છે. બાદમાં વાહનચાલકો બિન્દાસ ટ્રાફ્કિ નિયમનો ભંગ કરતા દેખાતા હોય છે.
Source link