મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાની સરસ્વતી નદી ઉપર રૂ.145 કરોડના ખર્ચે નવા ફોરલેન મેજર બ્રિજના નિર્મોણ માટે મંજૂરી આપી છે. આને કારણે પાલનપુર સ્ટેટ હાઇવે ઉપર ટ્રાફિકનો પ્રશ્ન થોડો હળવો બનશે. અમદાવાદ-મહેસાણા-પાલનપુર હાઇવેને હાઇસ્પીડ કોરિડોરમાં ફેરવવાની યોજનાના ભાગરૂપે ઉક્ત નવો બ્રિજ બાંધવાનું નક્કી થયું છે.
આ નવો મેજર બ્રિજ બનતાં ઉત્તર ગુજરાત વિસ્તારમાં ઝડપી અને સલામત રસ્તાની સુવિધા ભવિષ્યમાં મળતી થશે, સાંકડા પુલની જગ્યાએ સિક્સલેન રોડને અનુરૂપ જૂના ફોરલેન બ્રિજની જમણી તરફ આ નવોે બ્રિજ બનશે એમ જણાવાઈ રહ્યું છે.
અંદાજે 220 મીટર લાંબો, 25 મીટર પહોળો બ્રિજ બનશે
રાજ્યના માર્ગ-મકાન વિભાગના ટોચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યારે સરસ્વતી નદી ઉપર બબ્બે લેનના બે બ્રિજ છે, જે 1959 બનેલાં હોઈ ઘણાં જૂના બ્રિજ છે હવે પાલનપુર સ્ટેટ હાઇવે છ લેનનો થયો હોઇ જૂના બ્રિજ ઉપર ટ્રાફિકની ઘણી સમસ્યા છે, જે નિવારવા માટે આશરે 220 મીટર લાંબો અને 25 મીટર પહોળા નવા મેજર બ્રિજને પ્રાથમિક મંજૂરી મળી છે. હજી આ બ્રિજના નિર્માણ માટે જરૂરી ઇન્વેસ્ટિગેશન્સ કરવાનું નવા એસ્ટિમેટ બનાવવાનું બાકી છે.
Source link