અમદાવાદ એરપોર્ટ પર મંગળવારે ધુમ્મસના કારણે હવાઇ સેવા ખોરવાઈ હતી, જેમાં 16 ફ્લાઇટો મોડી પડવાની સાથે એલાયન્સ એરની જલગાંવની બે, મુંબઈ, કેશોદની મળીને કુલ ચાર ફ્લાઇટો રદ રહેતા તેના મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. બીજી તરફ દિલ્હીની ચાર અને મુંબઈની પાંચ ફ્લાઇટ બે કલાક સુધી મોડી પડી હતી.
ઇન્ડિગોની મુંબઇ-અમદાવાદ સવા કલાક મોડી પડીને રાત્રે 2:38 કલાકે અમદાવાદ લેન્ડ થઇ હતી. એર ઇન્ડિયાની મુંબઇ-અમદાવાદની સવારે 8:30ની ફ્લાઇટ 10:03 કલાકે આવી હતી. સ્પાઇસ જેટની ઉદયપુર-અમદાવાદ દોઢ કલાક મોડી પડીને સવારે 11:30 કલાકે આવી હતી, જ્યારે આકાશા એરની ગોવા-અમદાવાદ એક કલાક લેટ થઇ 11:54 કલાકે આવી હતી. એર ઇન્ડિયાની દિલ્હી-અમદાવાદ બપોરે 3:40ને બદલે 4:55 કલાકે, આકાશાની મુંબઈ-અમદાવાદ 3:40ને બદલે 5:00 કલાકે, ઇન્ડિગોની દિલ્હી-અમદાવાદ 3:30ના બદલે 4:31 કલાકે, કોચી-અમદાવાદ 4:25 ના બદલે 5:50 કલાકે અને સ્પાઇસ જેટની પુને-અમદાવાદ 7:05ને બદલે રાત્રે 9 કલાકે લેન્ડ થઇ હતી. અમદાવાદથી ઉપડતી હોય તેવી ઇન્ડિગોની અમદાવાદ-મુંબઇ સવા કલાક, એર ઇન્ડિયાની અમદાવાદ-મુંબઇ સવારે 7:50ને બદલે 9:02 કલાકે, અમદાવાદ-દિલ્હી 3:05ને બદલે 3:45 કલાકે, આકાશાની ગોવા-અમદાવાદ 3:05ને બદલે 4:21 કલાકે ટેકઓફ થઇ હતી.
Source link