GUJARAT

Ahmedabad: શીતલહેરમાં અમદાવાદીઓ ધ્રૂજ્યાં, દિવસ દરમિયાન 20 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો

અમદાવાદ શહેરમાં આજે સવારથી સતત ઠંડી પવન ફૂંકાવાનો શરૂ થતાં મહત્તમ તાપમાનમાં 1.3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. શહેરીજનો આજે શીતલહેરમાં ધ્રૂજી ઊઠયા હતા. દિવસ દરમિયાન અમદાવાદમાં 20 કિ.મી.ની ઝડપે પવન ફૂકાતા અમદાવાદનું મહત્તમ તાપમાન 27.3 ડિગ્રીથી ઘટીને 26 ડિગ્રી થઈ ગયું હતું.

દિવસ દરમિયાન ઠંડીનો ચમકારો રહેતા લોકો સવારથી જ ગરમ કપડાં પહેરીને ઘરની બહાર નીકળેલા જોવા મળ્યા હતા. બીજી તરફ કચ્છના નલિયામાં લઘુતમ તાપમાન 8 ડિગ્રી અને રાજકોટમાં 9.8 ડિગ્રી નોંધાતા રાજ્યમાં સૌથી વધુ ઠંડીનો ચમકારો આ બે સ્થળો પર રહ્યો હતો. હવામાન ખાતા દ્વારા જારી કરેલ વિગતો મુજબ, આજે 12 જેટલા શહેરમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. અમદાવાદમાં 13.3 ડિગ્રી, ડીસામાં 10.4 ડિગ્રી, ગાંધીનગરમાં 12.6 ડિગ્રી, વિ.વિ.નગરમાં 12.6 ડિગ્રી, વડોદરામાં 12 ડિગ્રી, ભુજમાં 12 ડિગ્રી, નલિયામાં 8 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 10.9 ડિગ્રી, અમરેલીમાં 13.3 ડિગ્રી, રાજકોટમાં 9.8 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 13.6 અને કેશોદમાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

 માઉન્ટ આબુમાં માઇનસ છ ડિગ્રી તાપમાન, કાશ્મીર જેવો માહોલ છવાયો

પાલનપુર : રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટઆબુમાં તાપમાનનો પારો ગગડીને માઈનસ 6 ડિગ્રી પહોંચતા હાર્ડ થીજવતી ઠંડી સાથે માઉન્ટઆબુ ઠંડુગાર બન્યું છે. ત્યારે ગુરુશિખર પર તાપમાન ગગડીને માઈનસ 7 ડિગ્રી પહોંચતા પાણીમાં બરફ જામી ગયો હતો. ઠંડીનું પ્રમાણ વધતા સહેલાણીઓ ધ્રુજી ઉઠયા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button