‘તારા હોઠ બહુ સેક્સી છે, કિસ કરી લઉં’, જેનિફરનો અસિત મોદી પર ગંભીર આરોપ

અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ પિંકવિલાને આપેલા તાજેતરના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે શોનું શૂટિંગ સિંગાપોરમાં થયું હતું. તે સમયે અસિત મોદી તેને વારંવાર કહેતા હતા કે તારી સહેલી બહાર છે, તું મારા રૂમમાં આવ, આપણે વ્હિસ્કી પીશું. જેનિફરે આગળ કહ્યું કે, તે તરત જ મારી નજીક આવ્યા અને કહ્યું કે તારા હોઠ ખૂબ જ સેક્સી છે, પકડીને કિસ કરી લઉ એવું થાય છે.
જેનિફરે જણાવ્યું કે આ ઘટના પછી તેણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ભીડેની ભૂમિકા ભજવનાર મંદાર ચંદવાદકરને આ અંગે ફરિયાદ કરી હતી.
પરંતુ તેણે કોઈ મદદ કરી ન હતી. આ પછી તેણે સોઢીનું પાત્ર ભજવનારા ગુરુચરણને આ વાત કહી. તેણે મજાકમાં અસિત મોદીને જેનિફરથી દૂર રહેવા કહ્યું હતું.
આ કલાકારોએ શો છોડી દીધો છે
ઉલ્લેખનીય છે કે, દિશા વાકાણી, શૈલેષ લોઢા, નેહા મહેતા, ગુરુચરણ સિંહ, જેનિફર મિસ્ત્રી, મોનિકા ભદૌરિયા સહિત અન્ય ઘણા કલાકારોએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’શો છોડી ચૂક્યા છે.