GUJARAT

Ahmedabad: AMCના સસ્પેન્ડેડ ફાયર ઓફિસર મનીષ મોડની લાંચ કેસમાં ACBએ કરી ધરપકડ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સસ્પેન્ડેડ ડિવિઝનલ ફાયર ઓફિસર મનિષ મોડની ધરપકડ કરવામાં આવી છે. ફાયર ઓફિસર મનીષ મોડ દ્વારા ફાયર એનઓસી આપવા મામલે લાંચ માગ કરવામાં આવી હતી. શાળાને ફાયર NOC માટે માગેલા લાંચના કેસમાં ACBએ સસ્પેન્ડેડ ડિવિઝનલ ફાયર ઓફિસર મનિષ મોડની ધરપકડ કરી છે.

25 હજારની લેવડ દેવડ નક્કી થઈ હતી

શહેરના ખાનપુર વિસ્તારમાં આવેલી એક ખાનગી સ્કૂલમાં ફાયર સેફ્ટી લગાવવા મામલે જ્યારે અમદાવાદ ફાયર બ્રિગેડમાં અરજી કરવામાં આવી ત્યારે મનિષ મોડે કુલ કામના 6.30 લાખના 10 ટકા લેખે 65000ની માગ કરી હતી. જે રકજકના અંતે 25000 રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જ્યારબાદ લાંચની રકમ પેટે રૂપિયા 10000 મનિષ મોડ દ્વારા લઈ લેવામાં આવ્યા હતા. બાકીના રૂ. 15000 ફાયર બ્રિગેડ જમાદાર એરીક રીબેરોને આપવા જણાવ્યું હતું. જ્યારબાદ અરજદારે એરીક રીબેરોને બાકીના 15000 રૂપિયા ફાયર બ્રિગેડ જમાદાર એરીક રીબેરોને આપ્યા હતા.

અરજદારે સમગ્ર વાતચીતનું રોકોડીંગ કર્યુ

સમગ્ર લાંચ લેવા અંગે થયેલ વાતચિત અરજદારે પોતાના મોબાઇલ ફોનમાં ઓડિયો/વીડિયો રેકોડીંગ કરી લીધું હતું અને બાદમાં ઓડિયો/વીડિયો રેકોડીંગની પેનડરાઇવ સાથે અરજદારે ACBમાં અરજી કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડિવિઝનલ ફાયર ઓફિસર મનિષ મોડ અને ફાયર બ્રિગેડ જમાદાર એરીક રીબેરો લીધેલ લાંચ મામલે ACB દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

સેશન્સ કોર્ટે મનીષના આગોતરા જામીન ફગાવ્યા હતા

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મામલે વિજિલન્સ તપાસ કર્યા બાદ મનિષ મોડ અને એરિક રિબેલોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલે ફાયર બ્રિગેડ જમાદાર એરીક કોલ્વીન રીબેલોની અગાઉ અટક કરવામાં આવી હતી. જ્યાર બાદ મનિષ નયનભાઇ મોડે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી. જો કે, કોર્ટ દ્વારા જામીન અરજી નામાંજૂર કરવામાં આવી છે. સસ્પેન્ડેડ ડિવિઝનલ ફાયર ઓફિસર મનિષ મોડની જામીન અરજી નામંજૂર કરવામાં આવતા આજે ACBએ તેમની ધરપકડ કરી છે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button