GUJARAT

Ahmedabad: ગુજરાતમાં અતિવૃષ્ટિમાં ખેડૂતોને સહાય માટે 10 હજાર કરોડનું પેકેજ જાહેર કરો

ગુજરાતમાં કુદરતી આફ્તો, અતિ ભારે વરસાદ, અતિવૃષ્ટિ, સરકાર સર્જિત પુર અને ચારે તરફ્ મોટા પ્રમાણમાં ખેતીને નુકસાન થયું છે, જમીનો ધોવાઇ ગઈ છે, અને ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઇ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, આવા કિસ્સામાં સરવે કરી જલદી નુકસાનીનું વળતર ચૂકવવું જોઈએ.

અતિવૃષ્ટિમાં ખેડૂતોને સહાય માટે 10 હજાર કરોડનું પેકેજ સરકારે જાહેર કરવું જોઈએ અને ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ. આ માગણી ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાએ કરી છે.

ગુજરાતમાં લગભગ 137% જેટલો વરસાદ થયો છે. 15 જીલ્લામાં અને 106 તાલુકામાં 140% કરતાં પણ વધારે વરસાદ થયો છે. આમ 140% કરતા વધારે વરસાદ થયો હોય એવા તમામ 106 તાલુકાઓમાં અને 15 જીલ્લામાં લીલો દુકાળ જાહેર કરવા માટેના નોર્મ્સ મુજબ સરકારે તાત્કાલિક લીલો દુકાળ જાહેર કરવો જોઈએ અને એની જોગવાઈઓ મુજબની ખેડૂતોને સહાય આપવી જોઈએ. આ ઉપરાંત 10 ઓગસ્ટ 2020માં જ્યારે પાક વીમા યોજના બંધ કરવાની જાહેરાત કરવામાં આવી એ વખતે જ અંદાજ નીકળ્યો કે જુલાઈ 2020 સુધીમાં ગુજરાતમાં લગભગ 12 લાખ જેટલા ખેડૂતોએ પ્રધાનમંત્રી ફ્સલ વીમા યોજનામાં પ્રીમિયમ જમા કરાવી ચુક્યા હતા, એ રકમ અંદાજે 450 કરોડ કરતા પણ વધારે રકમ ગુજરાતના ખેડૂતો પ્રીમીયમ પેટે જમા કરાવી ચુક્યા હતા. એ યોજના તો બંધ થઇ ગઈ, પણ આજદિન સુધી ખેડૂતોને પ્રીમિયમ પાછું આપવા માટેની જે માંગણી છે એના પર સરકાર એકપણ વખત નિર્ણય લેતી નથી. જુલાઈમાં જે વરસાદ થયો એમાં થયેલ નુકસાનનો સરવે કરવામાં આવ્યો, સરકારે વિધાનસભાના સત્રમાં 350 કરોડના પેકેજની જાહેરાત કરી, પણ આજદિન સુધી એક રૂપિયો પણ કોઈને ચૂકવાયો નથી. ગુજરાતમાં સર્વેના નામે ડીંડક ચાલે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button