અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સસ્તા અનાજની 17 હજાર દુકાનોમાં છેલ્લા નવ દિવસથી ચાલતી હડતાલનો બુધવારે અંત આવ્યો હતો. હડતાલ સમેટાઇ પણ દુકાનદારોમાં હજી પણ રોષ છે.
કારણકે, અગાઉ મહિને 97 ટકા સુધી પૂરવઠાનું વિતરણ કરનાર દુકાનદારોને રૂપિયા 20 હજાર કમિશન આપવાની વાત હતી, તેના બદલે હવે 93 ટકા સુધી વિતરણ કરે તે દુકાનદારોને 20 હજાર કમિશન આપવાની માત્ર ખાતરી અપાઇ છે. સરકારની મંજૂરી બાદ પુરવઠા વિભાગ સત્તાવાર જાહેરાત કરશે. એસોસીયેશની તમામ દુકાનદારોને એક સમાન કમિશન આપવાની માંગ ફગાવાઇ છે. બીજીતરફ હડતાલ સમેટાતા જ દુકાનદારોએ તો બુધવાર સાંજથી દુકાન શરુ કરી પુરવઠા માટે પરમીટ જનરેટ કરી દીધી હતી. આ સિવાય બાકી રહી ગયેલા રેશનકાર્ડધારકોને અનાજનું વિતરણ પણ કર્યુ હતું. દુકાનદારોએ રોષ ઠાલવ્યો હતો કે, એસોસિયેશને ગત વર્ષે પણ હડતાલ પડાવી હતી પછી કોઇ નિકારણ આવ્યું નહતું. આ વખતે પણ હડતાલ પડાવી અને પછી નક્કર પરિણામ લાવવામાં એસોસિયેશન નિષ્ફળ રહ્યું છે. રેશનિંગ દુકાનના એસોસિયેશનના હોદ્દેદારો દર વખતે હડતાલ પાડયા પછી મુખ્ય પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા વગર પાણીમાં બેસી જાય છે.
Source link