શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) દ્વારા વર્ષ 2041 ડેવલપમેન્ટ પ્લાનમાં ઓલમ્પિકને લઇને ખાસ પ્લાનીંગ અને આયોજન માટે ઉચ્ચકાક્ષાએ ચર્ચાઓ શરુ કરી દેવાઇ છે. આ અંગે ઔડામાં પણ મિટિંગનો દોર ચાલી રહ્યો છે. જેમાં વિવિધ પરિબળોને જોઇને આયોજનમાં વારંવાર ફેરફાર કરાઇ રહ્યો છે.
વર્ષ 2041ના ડેવલપમેન્ટ પ્લાનમાં S.P રીંગ રોડને સમાંતર નવો રિંગરોડ બનાવવાનું પણ આયોજન કરાયું છે. હાલ જૂના રિંગરોડની લંબાઇ 76 કિ.મી. છે અને નવા રિંગ રોડની લંબાઇ અંદાજે 100થી 125 કિ.મી.ની રહેશેે. પરંતુ સમયનુસાર ટેન્ડરની રકમ વધી શકે છે. આ ઉપરાંત હાલના 4 લેન S.P રીંગરોડને 2100 કરોડના ખર્ચે 6 લેન બનશે. ટુંકસમયમાં ટેન્ડર પ્રક્રિયા થઇ જાય તો 6 લેન રોડ બનતાં ત્રણ વર્ષનો સમય લાગશે.
ઔડાના S.P રીંગરોડને 6 લેનના રોડ કરવા માટે રાજ્ય સરકાર તરફથી 2100 કરોડની મંજૂરી મળી ગઇ છે. જેથી હાલ ઔડાએ વર્ષ 2041ના ડેવલપમેન્ટ પ્લાનમાં 6 લેનના કામનો સમાવેશ કર્યો છે. વર્ષ 2036 ઓલિમ્પિકના કારણે સરકાર S.Pરીંગરોડને 6 લેન કરવા માટે ઝડપી આયોજનનો આગ્રહ રખાઇ રહ્યો છે. પરંતુ વર્તમાન S.Pરીંગરોડની કંપનીનો મેઇન્ટેનન્સ કોન્ટ્રાક્ટ 2026માં પૂરો થઇ રહ્યો છે. કંપનીના કોન્ટ્રાક્ટ પૂરો થયા પહેલા જ કામ શરુ થાય તો કન્સ્ટ્ર્કશનના કાચા માલ કે ગંદકી દૂર કરવામાંથી કંપનીને મુક્તિ મળી જશે. એટલે ઔડાના અધિકારીઓના મતે કામ શરુ થતાં હજી કેટલો સમય લાગશે તે કહી શકાય તેમ નથી. S.P રીંગરોડને સમાંતર નવો રીંગ રોડ બને તો હાલની દ્રષ્ટિએ 575 કરોડથી વધુના ખર્ચનો પ્રાથમિક અંદાજ છે. આગામી સમયમાં બજાર ભાવ મુજબ ટેન્ડર પ્રક્રિયાની રકમમાં વધારો થઇ શકે છે. ઔડાના અધિકારીઓએ કહ્યું કે, હાલ વિવિધ તબક્કે આયોજન ચાલી રહ્યું છે.
Source link