ત્રણ શખ્સોએ રોકાણના રૂપિયા 30 મિનિટમાં જ ટ્રસ્ટના એકાઉન્ટમાં કમિશન સાથે આવી જશે તેમ કહીને રાજકોટના વેપારી પાસે 2 કરોડનું આંગડિયું કરાવીને મોટી છેતરપિંડી આચરી હતી.
રાજકોટના હોલસેલનો વેપાર કરતા વેપારીએ રકમ આપી દીધા બાદ પણ ટ્રસ્ટમાં ચાર કલાક સુધી 2 કરોડ અને 80 લાખ કમિશન જમા થયુ ન હતુ. જે બાદ વેપારીએ એજન્ટને ફોન કરતા તેણે વિવિધ બહાના કરીને ફોન સ્વીચ ઓફ કરી દિધો હતો. આ અંગે રાજકોટના વેપારીએ ક્રાઇમ બ્રાન્ચમાં ત્રણેય શખ્સો વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પીઆઇએ જણાવ્યુ કે, મુંબઇથી કોઇ શખ્સે પૈસા ઉપાડીને દુબઇ હવાલો કરાવ્યાની શંકા છે હાલમાં તપાસ ચાલુ છે.
રાજકોટમાં રહેતા ચેતન અમલાણી શ્રીજી એન્ટરપ્રાઇઝ નામથી અનાજ કરિયાણાનું હોલસેલ વેપાર કરે છે. તેમણે ગત, માર્ચ 2023માં હિતેશ રાઠોડે ફોન કરીને કહ્યુ કે, તેમના ઓળખીતા અશ્વિન ઝનેરી ઇન્ડસ ટાવર્સ કંપની વતી કામ કરે છે તેમની બેથી ત્રણ સ્ક્રીમો છે. જેમાં રોકડા નાણાંથી રોકાણ કરો તો તમારા એકાઉન્ટમાં કમિશન સાથે પુરા પૈસા પરત આવી જાય. ચેતનભાઇએ હું અમદાવાદ આવીશ ત્યારે તેમને મળીશ તેમ હિતેશને કહ્યુ હતુ. એક મહિના બાદ ચેતન અમદાવાદ આવ્યો ત્યારે તેણે હિતેશને ફોન કરીને અશ્વિન ઝવેરીને મળ્યા હતા. જ્યાં અશ્વિને કહ્યુ કે, ઇન્ડસ કંપનીના માલિક સંદિપ પાટીલ દુબઇ રહે છે અને તેમને કંપની માટે ફંડની જરૂરીયાત છે. જે ફંડ કંપની ફક્તને ફક્ત રોકડમાં લે છે અને કંપની રૂપિયા પરત કમિશન સાથે ટ્રસ્ટના બેંક એકાઉન્ટમાં આપે છે. જેમાં ત્રણ સ્ક્રીમ મુજબ, (1) 2 કરોડના રોકાણ સામે 2.80 કરોડ મળે, (2) 5 કરોડના રોકાણમાં 8 લાખ મળે, (3) 12 કરોડના રોકાણમાં 18 કરોડ પરત મળે. બાદમાં અશ્વિને કહ્યુ કે, રોકાણના અડધા જ કલાકમાં રૂપિયા ટ્રસ્ટના એકાઉન્ટમાં આવી જશે. ચેતનભાઇના પરિચિત ઘનશ્યામભાઇ ટ્રસ્ટ ચલાવતા હોવાથી તેમના બેંક એકાઉન્ટમાં પૈસા લેવાનું નક્કી કર્યુ હતુ. ચેતનભાઇએ 2 કરોડ રૂપિયા સિંધુભવન રોડ પર આવેલ વી.પટેલ ફાર્સ્ટ સર્વિસ આંગડિયા પેઢીમાં અશ્વિન ઝવેરી અને ઘનશ્યામભાઇને સાથે રાખીને બે કરોડનું આંગડીયુ કર્યુ હતુ. ચાર કલાક સુધી ચેતનભાઇ આંગડીયા પેઢીમાં બેસી રહ્યા પરંતુ ટ્રસ્ટના એકાઉન્ટમાં એકપણ રૂપિયા આવ્યો ન હતો. જેથી ચેતનભાઇએ તપાસ કરતા ખબર પડી કે, મુંબઇમાં બાબુ નામના શખ્સે આંગડીયુ લઇ લીધુ છે. આ અંગે ચેતનભાઇએ ક્રાઇમ બ્રાન્ચમાં અશ્વિન ઝવેરી, સંદિપ પાટીલ સહિત ત્રણ શખ્સો સામે ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.
Source link