બિઝનેસ

CoinDCX પર સૌથી મોટો સાઇબર અટેક, કંપનીએ ભરપાઈની જવાબદારી લીધી

ભારતની ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ CoinDCX પર ખૂબ જ મોટો સાઇબર અટેક થયો છે. જેમાં 44.2 મિલિયન (લગભગ 378 કરોડ રૂપિયા) ની ચોરી કરવામાં આવી છે. CoinDCX એ સોશિયલ મીડિયા પર કહ્યું છે કે ગ્રાહકોના પૈસા સુરક્ષિત છે.

આ અટેક ઇન્ટરનલ ઓપરેશન એકાઉન્ટ પર થયો હતો. રવિવારે આ ઘટનાની પહેલી રિપોર્ટમાં કંપનીએ કહ્યું હતું કે આ અટેકને લઈને કોઈ પણ નુકસાન થયું હોય તો એની જવાબદારી કંપની તેના ટ્રેઝરી રિઝર્વમાંથી કરશે.

સૌથી મોટો સાઇબર અટેક

એક અહેવાલ મુજબ, 19 જુલાઈએ સવારે 4:00 વાગ્યે CoinDCXની સિસ્ટમમાં તેમની એક મોટી ખામી જોવા મળી હતી. એમાં એક પાર્ટનર એક્સચેન્જ પર ઓપરેશનલ એકાઉન્ટને હેક કરી લેવામાં આવ્યું હતું.

આ હેકમાં કંપનીને 44.2 મિલિયન એટલે કે અંદાજે 378 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કંપની માટે સારી વાત એ હતી કે આ સાઇબર અટેક કંપનીના ઇન્ટરનલ ટ્રેડિંગ એકાઉન્ટ પર જ કરવામાં આવ્યો હતો.

ગ્રાહકોના ક્રિપ્ટોકરન્સી વૉલેટ હજી પણ સુરક્ષિત છે. CoinDCX ના કો-ફાઉન્ડર્સ સુમિત ગુપ્તા અને નીરજ ખંડેલવાલે સાફ કહી દીધું છે કે આ નુકસાનની ભરપાઈ કંપની કરશે અને યુઝર્સ પર એની કોઈ અસર નહીં પડે.

કંપનીની API ડાઉન થઈ ગઈ

અહેવાલ મુજબ, આ વાતની સૌથી પહેલાં જાણ બ્લોકચેનની તપાસ કરતી કંપની ZachXBTએ કરી હતી. ત્યાર બાદ CoinDCX દ્વારા આ વાતને જાહેર કરવામાં આવી હતી. આ વાત બહાર આવતાની સાથે જ યુઝર્સ ડરીને તેમના એકાઉન્ટ બેલેન્સ ચેક કરવા પહોંચી ગયા હતા.

આ કારણસર કંપનીની API ડાઉન થઈ ગઈ હતી. ઘણાં યુઝર્સ તેમનું બેલેન્સ નહોતું જોઈ શકતા અને એના કારણે તેમનો ડર બમણો થઈ ગયો હતો. ત્યાર બાદ CoinDCXએ જાહેર કર્યું હતું કે જે સિસ્ટમ પર અટેક થયો હતો એને અલગ કરી નાખવામાં આવી છે.

સિસ્ટમ અલગ કર્યા બાદ API સર્વિસ ફરી શરૂ કરવામાં આવી હતી. CoinDCX દ્વારા કહેવામાં આવ્યું હતું કે દરેક પ્રોસેસ પહેલાંની જેમ સરળ રીતે કામ કરી રહી છે. યુઝર્સ ટ્રેડિંગ કરવાની સાથે જમા અને ઉપાડ પણ કરી શકશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button