કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, જુવેનાઇલ જસ્ટિસ એકટની કલમ-94 મુજબ, વ્યકિતની ઉમંર નક્કી કરવા માટે સ્કૂલમાંથી અપાયેલો જન્મનો દાખલો અને જે પરીક્ષા બોર્ડમાંથી મેટ્રિકયુલેશન સર્ટિફ્કિેટ મેળવાયું હોય તે સર્ટિફ્કિેટ ધ્યાને લેવાનો રહે છે.
સગીરાને લલચાવી ફેસલાવી અપહરણ કરી જવાના પોક્સોના એક કેસમાં આરોપીની આગોતરા જામીન અરજીની સુનાવણી દરમ્યાન જન્મના પુરાવાને લઇ કાયદાકીય મુદ્દો ઉપસ્થિત થયો હતો. પીડિતાના પિતા દ્વારા પોતાની પુત્રીનો જન્મનો દાખલો રજૂ કરી દાવો કર્યો હતો કે, તેમની પુત્રીની જન્મ તારીખ તા.11-2-2007ની છે અને તેથી તે સગીરા છે આરોપી દ્વારા પુરાવારૂપે પીડિતાનું ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડનું મેટ્રિકયુલેશન સર્ટિફ્કિેટ, એડમીશન ફોર્મ અને આધાર કાર્ડના પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે, પીડિતાની સાચી જન્મ તારીખ તા.11-2-2006 છે અન તેથી તે સગીરા નથી, તે પુખ્ત છે અને તે 18 વર્ષની વધુ વયની હોઇ તેણે તેની સાથે રાજીખુશીથી અને તેની મરજીથી કાયદેસર લગ્ન પણ કર્યા છે.
Source link