GUJARAT

Ahmedabad: ક્રાઈમ બ્રાન્ચનું ડ્રગ્સ સામે મહા અભિયાન, વિવિધ વિસ્તારોમાં મેગા સર્ચ ઓપરેશન

અમદાવાદ શહેરમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સના દૂષણને ડામવા હાલમાં મહા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને વિવિધ જગ્યાએ તપાસ શરૂ કરવામાં આવી છે.

5થી વધુ શખ્સોની ક્રાઈમ બ્રાન્ચે કરી પૂછપરછ

શહેરના ગુજરાત યુનિવર્સિટી અને તેની આસપાસના પાન પાર્લરોમાં આજે સવારથી જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી અને તેની આસપાસના વિસ્તારમાંથી 5થી વધુ શંકાસ્પદ શખ્સોને ક્રાઈમ બ્રાન્ચમાં લાવીને પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. શંકાસ્પદ વ્યક્તિઓ ડ્રગ્સના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાની આશંકા ક્રાઈમ બ્રાન્ચ વ્યક્ત કરી રહી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત યુનિવર્સિટી અને તેની આસપાસના વિસ્તારોમાં ડ્રગ્સનું ચલણ સતત વધી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

સુરતમાં 2 કરોડના ડ્રગ્સ કેસમાં કાર્યવાહી

સુરતના વેલંજા ગામમાં રંગોલી ચોકડી પાસેથી પકડાયેલા 2 કરોડના બે કિલોગ્રામ MD ડ્રગ્સ પ્રકરણમાં નાસતા ફરતા આરોપી પલક પટેલની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી હીરાની કંપનીમાં બ્રોકર તરીકે નોકરી કરે છે. આરોપી પલક અન્ય આરોપી વિરાટ પાસેથી બે કિલોગ્રામ MD ડ્રગ્સ મંગાવીને અન્ય એક વ્યક્તિને 6 લાખમાં વેચ્યું હતું અને ફરી એકવાર વિરાટ પાસેથી બે કિલો ડ્રગ્સ મગાવીને વેચવાના ફિરાકમાં હતો.

કેમિસ્ટ તરીકે નોકરી કરનાર આરોપી વિરાટ પટેલ એમ ફાર્મ કરી ચૂક્યો છે

અંકલેશ્વર GIDCમાં આવેલા અવસર એન્ટરપ્રાઈસીઝ કંપનીમાંથી ભરૂચ અને સુરત પોલીસે લગભગ 500 કિલો શંકાસ્પદ માદક પદાર્થ જપ્ત કર્યો હતો, જેની તપાસ ચાલી રહી છે. આ પ્રકરણમાં કંપનીની અંદર બનાવવામાં આવેલ MD ડ્રગ્સ મુંબઈમાં વેચનાર આરોપી પલક પટેલની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અવસર કંપનીમાં કેમિસ્ટ તરીકે નોકરી કરનાર આરોપી વિરાટ પટેલ એમ ફાર્મ કરી ચૂક્યો છે, જેથી તેને MD ડ્રગ કઈ રીતે બનાવી શકાય? તે અંગેની માહિતી હતી. તેણે સૌપ્રથમ ડ્રગ્સ બનાવ્યું હતું અને ત્યારબાદ ડ્રગ્સને વેચવા માટે પલક પટેલ સાથે સંપર્ક કર્યો હતો. સુરતના કતારગામમાં રહેતા 32 વર્ષીય પલક પટેલ આરોપી વિરાટ પટેલનો માસિયાર ભાઈ થાય છે. આરોપી પલક પટેલ હીરાની કંપનીમાં નોકરી કરે છે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button