GUJARAT

Ahmedabad: ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીની 1 વરસની સજા HCએ મોકૂફ રાખી

ચેક રિટર્નના કેસમાં જાણીતા ફ્લ્મિ નિર્માતા અને પ્રોડયૂસર રાજકુમાર સંતોષીને નીચલી કોર્ટે ફ્ટકારેલી એક વર્ષની કેદની સજાને ગુજરાત હાઇકોર્ટે આજે વચગાળાની રાહતરૂપે મોકૂફ્ રાખી હતી. વધુમાં, જસ્ટિસ એમ.આર.મેંગડેએ રાજકુમાર સંતોષીના વોરંટ સામે પણ સ્ટે જારી કર્યો હતો. હાઇકોર્ટે રૂ.16.5 લાખ એક સપ્તાહમાં હાઇકોર્ટ રજિસ્ટ્રીમાં જમા કરાવવાની શરતે આ રાહત આપી હતી.

રાજકોટના ચેક રિટર્નના ચકચારભર્યા કેસમાં મૂળ ફરીયાદપક્ષ તરફ્થી એવા આક્ષેપ કરાયા હતા કે, તેમણે ફ્લ્મિ નિર્માતા રાજકુમાર સંતોષીને 2010માં રૂ.20 લાખ આપ્યા હતા અને વ્યાજ સાથે કુલ રૂ.60 લાખ લેવાના નીકળે છે. નેગોશીએબલ ઇન્સ્ટુરમેન્ટ એકટ હેઠળ દાખલ કરાયેલા આ કેસમાં સ્થાનિક મેટ્રોપોલિટન કોર્ટે ફ્લ્મિ નિર્માતા રાજકુમાર સંતોષીને એક વર્ષની સજા અને રૂ.22.50 લાખનો દંડ ફ્ટકારતો હુકમ કર્યો હતો. જેની સામે નિર્માતા રાજકુમાર સંતોષીએ રાજકોટ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જો કે, સેસન્સ કોર્ટે સજાનો હુકમ યથાવત્ રાખી તેમની અપીલ ફ્ગાવી હતી અને વોરંટ જારી કર્યું હતું. જેને પગલે ફ્લ્મિ નિર્માતા રાજકુમાર સંતોષીએ હાઇકોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી અને જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં મૂળ ફરીયાદી દ્વારા ખોટી રીતે કેસ ઉપજાવી કાઢેલો છે અને હકીકતમાં શરૂઆતની ફરીયાદ અને તેમને નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ અપાયેલી નોટિસ વચ્ચે વિરોધાભાસ છે. ટ્રાયલ દરમ્યાન પણ ફરીયાદીના નિવેદનોમાં વિસંગતતાઓ સામે આવી હતી. ફરીયાદીએ ખુદ સ્વીકાર્યું છે કે, સંતોષીએ માત્ર રૂ.20 લાખની જ ચૂકવણી નથી કરી પરંતુ વધારાના રૂ.17.5 લાખ પણ ચૂકવ્યા હતા એટલે કે, કુલ ચુકવણી રૂ.37.5 લાખ કરાઇ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button