GUJARAT

Ahmedabad : અમેરિકાના વિઝા અને ટુર વિઝાની કામગીરી કરવાના નામે ઠગાઈ

અમદાવાદમાં વિઝા અને ટુર વિઝાની કામગીરીના નામે ઠગાઇ કરવામાં આવી છે. ખોટા વિઝાના સ્ટીકર બનાવી નકલ બતાવી આચરી ઠગાઈ. ફરિયાદી તેમજ અન્ય લોકોને વિશ્વાસમાં લઈ 41.75 લાખ મેળવ્યા. ભોળવી ફોસલાવી આખુ ષડયંત્ર રચવામાં આવ્યુ. હૈદરાબાદ ઈમીગ્રેશન ખાતે નોકરી કરતા હોવાનું જણાવી વિશ્વાસમાં લીધા. તાત્કાલીક તમને ટુર વિઝા મળી જેવી તેવી ભ્રામક વાતો કરીને આચરી ઠગાઇ. ચિંતન મિશન અને સાગર મિશન સામે નોંધાયો ગુનો. સાવનકુમાર પટેલ નામના વસ્ત્રાલના યુવકે નોંધાવી ફરિયાદ. CID ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ.

અવાર નવાર આ રીતે વિઝા અપાવી દેવાની લાલચમાં ફસાવવાના કિસ્સાઓ સામે આવે છે

અવાર નવાર આ રીતે વિઝા અપાવી દેવાની લાલચમાં ફસાવવાના કિસ્સાઓ સામે આવે છે જે પછી પણ કોઇ બોધ પાઠ ન લેતા આવી ઘટનાઓ સામે આવે છે. અનેક વખત આવા કિસ્સાઓ નોંધાય છે જેમાં લાખોની નહી કરોડોની ઠગાઇ થાય છે. જે લોકો ભોગ બને છે તે બીચારાના વિદેશ જવાના ફરવાના કે કમાણી કરવાના સપનાઓ તો ચકનાચુર થાય જ છે સાથે સાથે નાણાકીય ફટકો પડે છે.

આ તમામમાથી કેટલાક લોકો બહાર નીકળી શકતા નથી

આ તમામ માથી કેટલાક લોકો બહાર નીકળી શકતા નથી. તો કેટલાક લોકો હંમેશા માટે તેના વિદેશ જવાના સપનાને રોળી નાખે છે. તેમની પાસે ફરિયાદ કરવા અને પસતાવા સિવાય કોઇ રસ્તો રહેતો નથી. ભેજાબાજો અને ઠગ લોકો મોટા ભાગે આવા લોકોને જ શિકાર બનાવે છે પોતાની આગવી સ્ટાઇલથી અંઝાવી બહેલાવી ફોસલાવી તમારા સપનાને અમે ઉડાન આપીશુ તેવા ખોટા વાયદાઓ કરી વાતો કરી પોતાની વાતોમાં ફસાવી આવી ઘટનાને અંજામ આપતા રહે છે. આથી આવા કિસ્સાઓ લાલ બત્તી સમાન છે. કોઇની વાતોમાં સરળતાથી આવીને આવી માયાજાળમાં ન ફસાવુ એજ સૌના હીતની વાત છે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button