રાજયમાં નવેમ્બર મહિનાના દસ દિવસ પણ પસાર થવા છતાય હજૂય શિયાળાની રેગ્યુલર અસર જોવા મળી નથી. છેલ્લા એક સપ્તાહથી શહેરમાં દિવસે ગરમી અને મોડી રાતે ઠંડી સાથે બેવડી ઋતુનો અનુભવ શહેરીજનો કરી રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ હજુ પણ હાલના વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર જોવા નહી મળે એટલે કે આગામી પાંચ દિવસ સુધી રાજયમાં બેવડી ઋતુવાળુ વાતાવરણ અનુભવાશે.
સામાન્ય રીતે દિવાળી બાદ નવેમ્બર મહિનામાં ઠંડીના ચમકારાની અસર શરુ થઈ જતી હોય છે અને ગરમીની અસર નહીવત જોવા મળતી હોય છે જો કે અમદાવાદમાં હજુ પણ કડકડતી ઠંડી પડવાની કોઈ શકયતા નથી. શહેરીજનોને હજુ પણ ગરમીનો અનુભવ કરવો પડનાર છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી મહત્તમ તાપમાન 38 ડિગ્રી રાજકોટમાં નોધાયુ હતુ જયારે સોથી નીચુ તાપમાન અમરેલી અને ગાંધીનગરમાં 18 અને નલિયામાં 19 ડિગ્રી તાપમાન નોધાયુ હતુ. અમદાવાદમાં સૌથી મહત્તમ તાપમાન 36 અને ઓછુ 20 ડિગ્રી નોધાયુ છે. અમદાવાદ ઉપરાંત વીવી નગર, ડીસા,ભૂજ, કંડલા, સુરેન્દ્રનગરમાં પણ 37 ડિગ્રી ઉંચુ તાપમાન નોધાયુ હતું.
Source link