વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા છે અને ભાજપના 1 લાખથી વધુ કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા છે. જણાવી દઈએ કે આજે સવારથી જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વડાપ્રધાન મોદીની એક ઝલક જોવા માટે બેઠા છે.
PM મોદીએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું
PM નરેન્દ્ર મોદી GMDC ગ્રાઉન્ડ ખાતે ખુલ્લી જીપમાં પહોંચ્યા હતા. જેમાં PM મોદીએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું. આ દરમિયાન PMની સાથે સી.આર.પાટીલ અને CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યાં હતા. તમને જણાવી દઈએ કે PMના હસ્તે 8 હજાર કરોડના કામનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે PM મોદીનું કર્યું સ્વાગત
વડાપ્રધાનના સંબોધન પહેલા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું અને કાર્યકર્તાઓ સહિત નાગરિકોને સંબોધન કર્યું હતું અને કહ્યું કે આજે વડાપ્રધાન અહીંથી રૂપિયા 8000 કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરશે.
પીએમ મોદીએ આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી સોંપી
PM મોદીએ GMDC ખાતેથી 8 હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું છે. તેમજ ઔડાના મકાન, નમો ભારત રેપીડ મેટ્રોને લીલીઝંડી આપી છે. અમદાવાદ – ભુજ વચ્ચે નમો ભારત રેપીડ મેટ્રોનો પ્રારંભ કરાવ્યો. આ સાથે જ પીએમ મોદીએ આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી સોંપી છે.
ગુજરાત મારી જન્મભૂમિ, ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી: PM મોદી
ગુજરાત મારી જન્મભૂમિ છે અને ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છે. તમે લોકોએ હંમેશા મારા પર પ્રેમ વરસાવ્યો છે અને દીકરો જ્યારે પોતાના ઘરે આવે છે અને લોકોના આર્શીવાદ લે છે ત્યારે તેને એક નવી ઊર્જા મળે છે. તેનો ઉત્સાહ અને જોશ વધી જાય છે.
મારી મજાક ઉડાવવામાં આવી: PM
થોડા સમય પહેલા લોકોએ દેશમાં મારી મજાક ઉડાવી અને લોકો હેરાન હતા કે મોદી કેમ ચૂપ છે, આટલું અપમાન થઈ રહ્યું છે પણ આ સરદાર પટેલની ભૂમિનો દીકરો છે, મેં જવાબ આપ્યો નહીં પણ પ્રથમ 100 દિવસ નવી નીતિઓ બનાવી અને કામ કર્યું અને તે લોકોને મારા કામે જવાબ આપ્યો છે. 100 દિવસમાં 15 લાખ કરોડની યોજનાઓ પર કામ શરૂ થઈ ચૂક્યુ છે.
GMDC ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી: શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયા
આ દરમિયાન શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ નિવેદન આપતા કહ્યું કે ત્રીજી વખત સ્પષ્ટ બહુમતી સાથે જીતીને વડાપ્રધાન બન્યા છે. લોકો PMને આવકારવા માટે સવારથી જ થનગની રહ્યા હતા અને તેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે. આજે વંદે ભારત મેટ્રો ગુજરાતને મળી છે અને વિપક્ષ આ બધું જોઈને બોખલાઈ ગયું છે.
PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ
તમને જણાવી દઈએ કે PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે અને વડાપ્રધાને ગાંધીનગરમાં સવારે રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કર્યુ અને તેમાં હાજરી આપી હતી. ત્યારબાદ ગાંધીનગરના નાગરિકોને મેટ્રો ટ્રેનની ભેટ આપી. ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપ્યા બાદ તેમાં PM, મુખ્યપ્રધાન અને રાજ્યપાલે સવારી કરી હતી અને આ દરમિયાન વડાપ્રધાન બાળકો સાથે ચર્ચા પણ કરી હતી.
Source link