GUJARAT

Ahmedabad: ઈમ્પેક્ટ ફી કાયદાને લઈને લોકો મુંઝવણમાં, ફી વધારો માથાના દુખાવા સમાન

સરકારના એવા અણઘડ વહીવટ હોય છે, જેનાથી પ્રજા પરેશાન થઈ જાય છે. નિર્ણય થયા બાદ લોકો ચોક્કસ એવો વિચાર કરે કે આખરે આ નિર્ણય જનતાના હિતમાં છે કે સરકારના અમદાવાદમાં ઈમ્પેક્ટ ફી માટે ફરી એક વખત પરિપત્ર કર્યો છે જેનાથી લોકો તે જોઈને પોતાના ગેરકાયદે બાંધકામ કાયમી કરાવવાનું પડતું મૂકી રહ્યા છે.

ઈમ્પેક્ટ ફીને લઈ સરકારે હવે પરિપત્રમાં થોડો સુધારો કર્યો

ઈમ્પેક્ટ ફી કાયદામાં સમય મર્યાદાના વધારા સાથે સરકારે હવે પરિપત્રમાં થોડો સુધારો કર્યો છે. પરંતુ તેના કારણે હવે લોકો ઈમ્પેક્ટ ફી ભરી પોતાની ગેરકાયદે પ્રોપર્ટી કાયદેસર કરાવવાનું ટાળી રહ્યા છે, કારણ કે કરોડો રૂપિયા પાર્કિંગ માટે ભરવા પડી રહ્યા છે, પરંતુ તેના કારણે હવે લોકો તે ફી ભરવા કરતા નવું બાંધકામ કરાવવું વધારે હિતાવહ સમજી રહ્યા છે. પહેલા 50 ટકાથી ઓછી પાર્કિંગ જગ્યા હોય તો તે એકમ કાયદેસર નહોતું થતું, પરંતુ હવે નવા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે 50 ટકાથી ઓછું પાર્કિગ હશે તો પણ તે એકમ કાયદેસર થઈ શકે છે.

અત્યાર સુધી કુલ 63 હજારથી વધુ અરજીઓ આવી

પરંતુ તેના માટે ચાર્જ ભરવો પડશે, હવે એ તોતિંગ ભાવ વધારાના કારણે લોકો અકળાઈ ઉઠ્યા છે અને પોતાનું બાંધકામ કાયદેસર નહીં કરાવે તેવી આશંકા વર્તાઈ રહી છે. અત્યાર સુધીની ઈમ્પેક્ટ ફી અંગેની કાર્યવાહી મુદ્દે નજર કરીએ તો અત્યાર સુધી કુલ 63,033 અરજીઓ આવી છે, જે પૈકી માત્ર 16,098 અરજીઓ સ્વીકારી લેવામાં આવી છે. 29,380 અરજીઓ ના મંજુર કરવામાં આવી છે તો 5,478 અરજીઓનો નિકાલ થઈ ચુક્યો છે અને 17,555 અરજીઓની કામગીરી હાલમાં ચાલી રહી છે. જેનાથી કોર્પોરેશનની અત્યાર સુધી 169.87 કરોડની આવક થઈ છે. હવે અગાઉ જે અરજીઓ ના મંજુર કરવામાં આવી હતી, પાર્કિંગ માટે તેને રી ઓપન કરવામાં આવશે.

પ્રતિ ચોરસ મીટર 10 હજાર રૂપિયા વસુલાશે

સ્થિતિ એ છે કે 200 મીટર સુધી જો પાર્કિંગ ચાર્જ ભરવાનો હોય તો તેના માટે પ્રતિ ચોરસ મીટર 10 હજાર રૂપિયા વસુલવામાં આવશે એટલે કે 200 ચોરસ મીટરના 20 લાખ રૂપિયા થયા તો 200થી 1000 ચોરસ મીટર સુધી હશે તો પ્રતિ ચોરસ મીટર ચાર્જ 15 હજાર ચૂકવવો પડશે એટલે કે 10 હજાર ચોરસ મીટર જગ્યા હોય તો તેના માટે દોઢ કરોડ રૂપિયા ચૂકવવા પડે હવે કોઈ પાર્કિંગ પેટે કેમ દોઢ કરોડ ચૂકવે?

આમ, સરકાર ઘણી વખત એવા નિર્ણય કરે છે જેના કારણે જનતાની સવલત થવાના બદલે નુકસાન વેઠવું પડે અથવા તો લોકો આવા નિર્ણયને સ્વીકારતા જ નથી. જેથી, સરકાર જનતા અને અન્યોને પણ નુકસાન થાય છે. પરંતુ સરકાર આવા નિર્ણય કેમ કરે છે તેને લઈ સવાલ ઉઠી રહ્યો છે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button