શુક્રવારે અમદાવાદ ખાતે ફેડરેશન ઓફ્ ઇન્ડિયન ચેમ્બર ઓફ્ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફ્ક્કિી)ની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની બેઠક યોજાઇ હતી.
આ તકે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના મિશનમાં ગુજરાતની મુખ્ય ભૂમિકા રહેશે. તેમણે બેઠકમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે ચર્ચા કરી અને રાજ્ય તેમજ દેશના આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માટે સરકારનું વિઝન રજૂ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રોકાણને પ્રોત્સાહન આપવા અને ટકાઉ વૃદ્ધિનું વાતાવરણ ઊભું કરવાના હેતુથી રાજ્યની નીતિઓ અને પહેલ્થી રાજ્યમાં ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી ઇકોસિસ્ટમ બની છે. સરકારના નીતિ આધારિત અભિગમન કારણે સીધા વિદેશી રોકાણના મામલે ગુજરાત સૌથી અગ્રણી અને પસંદગીનું રાજ્ય બન્યું છે. ગ્રીન હાઈડ્રોજન, સેમિકંડક્ટર અને રિન્યુએબલ એનર્જી જેવા સેક્ટર્સમાં ગુજરાતમાં જંગી રોકાણ થયું છે. ફ્ક્કિીના નેશનલ પ્રેસિડેન્ટ અનિશ શાહે જણાવ્યું કે, ગુજરાત ભારતની આર્થિક યાત્રામાં મોખરે રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યનો વૃદ્ધિ દર 12% રહ્યો છે જે અસાધારણ છે. અમે 2047માં વિકસિત ભારતના વિઝન સાથે 32 ટ્રિલિયન ડોલરના લક્ષ્યાંક માટે કામ કરી રહ્યા છીએ.
Source link