GUJARAT

Ahmedabad: સૌ-સમસ્યાને સાંકળતી સર્વગ્રાહી હેલ્પલાઇનનું કહેલું, તમે માત્ર ટ્રાફિકની જ શરૂ કરી

શહેર સહિત રાજ્યભરમાં રખડતા ઢોરો, બિસ્માર રસ્તા, ટ્રાકિક-માર્ગો ફૂટપાથ પર ગેરકાયદે પાર્કિંગ મુદ્દે એડવોકેટ અમિત પંચાલ દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં સરકાર દ્વારા ટ્રાફ્કિ મુદ્દે તૈયાર કરાયેલી હેલ્પલાઇનને લઇ જસ્ટિસ એ.વાય.કોગજેની ખંડપીઠે નારાજગી વ્યકત કરી રાજય સરકારને સાફ્ શબ્દોમાં જણાવ્યું હતું કે, અમે તમને ટ્રાફ્કિ, ગેરકાયદે પાર્કિંગ, બિસ્માર રસ્તા, રખડતા ઢોરો સહિતની તમામ સમસ્યાઓને લઇ એક સર્વગ્રાહી હેલ્પલાઇન તૈયાર કરવા જણાવ્યું હતું અને તમે માત્ર ટ્રાફ્કિની હેલ્પલાઇન કરી છે.

હાઇકોર્ટે શકય એટલી ઝડપથી ગેરકાયદે પાર્કિગ, ટ્રાફ્કિ, રખડતા ઢોરો સહિતની તમામ સમસ્યાઓને લઇએ રાજયકક્ષાની એક કોમન સર્વગ્રાહી હેલ્પલાઇન શરૂ કરવા સરકારને ફરી એકવાર તાકીદ કરી હતી.

ખંડપીઠે રાજય સરકારને સાથે સાથે એવી પણ માર્મિક ટકોર કરી હતી કે, જો જો પછી આ હેલ્પલાઇન શરૂ થાય અને નાગરિકો પોતાની સમસ્યા સંબંધી કોલ કરે તો એન્ગેજ ના આવે કે, નંબર લાગે નહીં અને વ્યસ્ત આવે ને એવી બધી સમસ્યાઓ ના આવે તેનું ધ્યાન રાખજો. ટૂંકમાં હાઇકોર્ટે સરકારને અસરકારક અને કાર્યક્ષમ હેલ્પલાઇન અમલી બનાવવા જણાવ્યું હતું. વધુમાં, હેલ્પલાઇન શરૂ કરી ત્યારથી કેટલી ફરિયાદો મળી અને કેટલા સમયમાં તેનો નિકાલ કર્યો તેનો રિપોર્ટ રજૂ કરવા રાજ્ય સરકારને નિર્દેશ કર્યો હતો.

હાઇકોર્ટે અમદાવાદ શહેરના માર્ગો સહિતના જાહેર સ્થળો પરના બિનકાર્યક્ષમ અને નકામા-બંધ સીસીટીવીને લઇને પણ સરકાર, પોલીસ અને અમ્યુકો સત્તાધીશોની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે, સીસીટીવી બંધ હાલતમાં હોય તે ચાલે નહી. સરકાર દ્વારા આજે હાઇકોર્ટ સમક્ષ ટ્રાફ્કિ મુદ્દે હેલ્પલાઇન તૈયાર કર્યા હોવા બાબતે જાણ કરાઇ હતી, જો કે, જસ્ટિસ એ.વાય.કોગજે અને જસ્ટિસ સમીર જે.દવેની ખંડપીઠે સરકારપક્ષને ગેરકાયદે પાર્કિંગ, રખડતા ઢોરો સહિતની તમામ સમસ્યાઓને લઇ સર્વગ્રાહી હેલ્પલાઇન તૈયાર કરવા જણાવ્યું હતું. જેથી સરકાર દ્વારા અદાલતને હૈયાધારણ અપાઇ કે, આવી હેલ્પલાઇનની પ્રક્રિયા ચાલી રહી છે અને મોબાઇલ એપ્લિકેશન પણ તૈયાર કરાઇ રહી છે. જો કે, તેમાં થોડો સમય લાગે તેમ છે. ટૂંક સમયમાં જ તે તૈયાર થઇ જવાની આશા છે.

દરમિયાન આ કેસમાં કોર્ટ સહાયકએ કેટલાક અગત્યના સૂચનો હાઇકોર્ટને કર્યા હતા અને જણાવ્યું હતું કે, શહેર સહિત રાજયભરમાં ટ્રાફ્કિ, ગેરકાયદે પાર્કિંગ સહિતની સમસ્યાઓ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે કરેલા વારંવારના આદેશોનું પાલન કરવા સીસ્ટમમાં ધરમૂળ ફેરફાર કરવો જરૂરી છે. ખાસ કરીને ટેકનોલોજી અને એડવાન્સમેન્ટનો ઉપયોગ કરવાની સાથે સાથે જાહેર માર્ગો કે ફૂટપાથ પર લકઝરી બસો સહિતના ગેરકાયદે પાર્કિગ, રોંગ સાઇડ વાહન ચલાવવું, ટ્રાફ્કિ નિયમોના ભંગ સહિતની બાબતોમાં કડક હાથે કામ લઇ તેમાં એક દાખલારૂપ દંડની પણ જોગવાઇ અમલી બનાવવી જોઇએ. ગુનો કરે એટલે તરત જ દંડની વસૂલાતની સીસ્ટમ લાગુ કરવી જોઇએ કે જેથી લોકો ગુનો કે નિયમભંગ કરતા ખચકાય. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી આગામી ગુરુવારે રાખી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button