GUJARAT

Ahmedabad: Kankaria કાર્નિવલમાં પહેલીવાર થશે કંઈક નવું, નોંધાશે રેકોર્ડ

અમદાવાદ શહેરમાં કાંકરિયા કાર્નિવલ આવતીકાલથી શરૂઆત થવા જઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય મનોરંજન કેન્દ્ર તરીકે વિકાસ થયેલ કાંકરિયા તળાવ ખાતે નગરજનોના મનોરંજન માટે કાંકરિયા કાર્નિવલનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 15માં કાંકરિયા કાર્નિવલ 2024નું આયોજન 25 થી 31 ડિસેમ્બર 2024 દરમિયાન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો કાર્નિવલનો શુભારંભ કરાવશે. કાંકરીયા કાર્નિવલ 2024 દરમિયાન મુલાકાતીઓને કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં વિના મુલ્યે પ્રવેશ આપવામાં આવશે.
1000 બાળકો એકસાથે ચોકલેટ ખાઇ રેકોર્ડ નોંધાવશેઃ મેયર
15માં કાંકરિયા કાર્નિવલ 2024ના પ્રથમ દિવસે મ્યુનિસિપલ સ્કુલ અને આંગણવાડીમાં અભ્યાસ કરતા 1000 જેટલા બાળકો દ્વારા સામૂહિક રીતે એક સાથે ચોકલેટ ખાઈને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે. તેમજ થીમ બેઝ કાર્નિવલ પરેડ વિકસિત ગુજરાત વિકસિત ભારત થીમ આધારીત કાર્નિવલ હંગામા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા લાઈટ એન્ડ સાઉન્ડ શૉ, લેસર શૉ અને ડ્રોન શૉનું આયોજન કરવામાં આવેલ છે.
વડાપ્રધાને વાજપાઈજીના જન્મદિવસે કાર્નિવલ શરૂઆત કરાવ્યો હતો.
કાર્નિવલની શરૂઆત PM મોદીએ વર્ષ 2008માં ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે કરાવી હતી. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાંકરિયા કાર્નિવલનું એક અઠવાડિયાથી વધુ સમયથી ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. કાંકરિયા કાર્નિવલની શરૂઆત 25 ડિસેમ્બરે બાજપાઈ જી નાં જન્મદિવસે કરવામાં આવી હતી અને સુશાસન દિવસ તરીકે પણ ઉજવાય છે. કાર્નિવલમાં લોકોની સુરક્ષા માટે મેડિકલ ટીમ તૈનાત હશે. ત્યારે લોકોને તકલીફ નાં પડે તેની માટે ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યા છે.
કાંકરિયા કાર્નિવલમાં યોજાશે આઅ કાર્યક્રમો
વર્ષ 2024 ના અંત તરફ જતા શહેરના યોજાયેલા ઉત્સવનો શુભારંભ થશે. જેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. સવાર બપોર સાંજ અલગ અલગ કાર્યક્રમોનું મુલાકાતીઓ માટે આયોજન કરવામાં આવ્યું છે 25 ડિસે.થી 31 ડિસે. સુધી ચાલનારા કાર્નિવલમાં પહેલીવાર ડ્રોન શોનું આયોજન છે. અહીંયા સાંસ્કૃતિક તેમજ આતશબાજી, ડ્રોન શો, લેસર શો સહિતની ઝાંખી કાર્નિવલમાં જોવા મળશે. સવારે કાંકરિયા કાર્નિવલને લઈ પ્રાણાયામ, મેડિટેશન, યોગા, એરોબિક્સ, ઝુમ્બા હશે. બપોરે ફૂડ કોર્ટ, હેન્ડી ક્રાફટ બજાર, પપેટ શો વગેરે જોવા મળશે. સાંજે લાઇટ એન્ડ સાઉન્ડ શો, લેસર શો, લાઇવ શો જોવા મળશે તો બીજી તરફ સાંઇરામ દવે, ગીતા રબારી, કિંજલ દવે, રાગ મહેતા, ઇશાની દવે, કૈરાવી બુચ, પ્રિયંકા બાસુ, અપેક્ષા પંડ્યા, દેવિકા રબારી, મનન દેસાઈ, દીપ વૈદ્ય, ચિરાયુ મિસ્ત્રી સહિતના કલાકારો પરફોર્મ કરશે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button