PMJAY યોજનાને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારને ચૂનો લગાવવાના કૌભાંડનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 6 લોકોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
PMJAY દેશવ્યાપી કૌભાંડ હોવાની આશંકા
PMJAYમાં પાત્રતા નથી ધરાવતા એવા લોકોના કાર્ડ બનાવવામાં આવતા હતા. દસ્તાવેજ વિના પણ ઇચ્છુક લોકોના PMJAY કાર્ડ બનાવી આપવામાં આવતા હતા. પૈસા લઇ બોગસ ડોક્યુમેન્ટના આધારે કાર્ડ બનાવવાની સિસ્ટમ ચાલતી હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ ઘટનામાં 6 લોકોની અટકાયત કરી છે. આ રેકેટમાં ખ્યાતિ હોસ્પિટલ પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ, ગુજરાત નહીં પણ દેશભરમાં આ કૌભાંડ થતું હોવાની આશંકા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ કૌભાંડ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
1500થી 2000 રૂપિયા લઈને બોગસ PMJAY કાર્ડનું કૌભાંડ
ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. કોઈપણ વ્યક્તિનું PMJAY કાર્ડ કાઢવાનું કૌભાંડ આચરવામાં આવતું હોવાનું ખુલ્યું છે. પાત્રતા ન ધરાવતા હોય તેવા લોકોના 1500થી 2000 રૂપિયા લઈને PMJAY કાર્ડ આરોપી ચિરાગ રાજપૂતના માણસો બનાવી આપતા હતા. આ કૌભાંડમાં 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આરોપી ચિરાગ રાજપૂત કસ્ટડીમાં જ છે.
એનસર કંપનીના નિમેષ પારીખ, ભાવનગરથી આરોપી ઈમ્તિયાઝ, મોહમદ ફૈઝલ શેખની અમદાવાદથી અટકાયત કરવામાં આવી છે. આરોપી ઇમરાનની સુરતથી અટકાયત કરી જ્યારે આરોપી અશફાકની અમદાવાદથી અટકાયત કરી છે. આરોપી કાર્તિક પટેલ અને રાશીદ વોન્ટેન્ડે છે. PMJAY કાર્ડ કાઢવા સરકારી વેબસાઇડનો ઉપયોગ કરતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. કાર્ડ બન્યા બાદ 15થી 20 મિનિટમાં ઓપરેશનની મંજૂર આપતા હતા. સમગ્ર મામલે સરકારને ચૂનો ચોપડવાના કૌભાંડનો આખરે પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 6 આરોપીને દબોચી લીધા છે.
મેહુલ પટેલ બોગસ PMJAY કાર્ડ બનાવવા મદદ કરતો
સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે, મેહુલ પટેલ બોગસ PMJAY કાર્ડ બનાવવા મદદ કરતો હતો. ચિરાગ રાજપૂતની પૂછપરછ કરતા ખુલાસો થયો છે. નિમેશનું નામ ચિરાગે જણાવતા તપાસમાં આખું કૌભાંડ ખુલ્યું છે. નામ આપતાની સાથે 15 મિનિટમાં કાર્ડ બનાવી દેતા હતા. નામ સરખા હોય તેની સાથે ચેડાં કરી કાર્ડ બનાવતા હતા. નિમેશ અશફાક સહિતના આરોપીઓ કૌંભાંડ કરતા હતા. 3 હજારથી વધુ PMJAY કાર્ડ બનાવ્યાનો ઘટસ્ફોટ થયો છે. કાર્તિક પટેલ ચિરાગ રાજપૂત હાલ પોલીસ કસ્ટડીમાં છે. એનસર કંપનીને લઈને તપાસ કરી રહ્યા છે. નકલી કાર્ડને લઇ તપાસ શરૂ કરી છે. જેથી ટેક્નિકલ વિગતો મેળવીને તપાસ હાથ ધરી છે.
2024-25માં PMJAY માટે 3100 કરોડ રૂપિયા ફાળવાયા
ગાંધીનગરમાં નવા અને જૂના સચિવાલયમાં ખાનગી-કોર્પોરેટ હોસ્પિટલના દલાલો-મેડીયેટરોએ જાણે અંડિગા જમાવ્યા છે. PMJAY યોજના હેઠળ ક્લેઇમ પાસ કરાવવા માટે દલાલો આંટાફેરા મારતાં હોય છે. આરોગ્ય વિભાગમાં તો પૈસા ફેંકો-તમાશા દેખો જેવો ઘાટ છે. ચાલુ વર્ષે રાજ્ય સરકારે ગરીબ દર્દીઓને સારી આરોગ્ય સારવાર મળી રહે તે માટે પીએમજેવાયએ યોજના માટે કુલ મળીને 3100 કરોડ રૂપિયા ફાળવ્યાં છે.
કેગના રિપોર્ટમાં પણ થયો હતો ખુલાસો
ગરીબ-મધ્યમ વર્ગના દર્દીઓને મફત સારવાર મળી રહે તે માટે ઉપયોગી એવી PMJAY યોજના હૉસ્પિટલો માટે જાણે કમાણીનું સાધન બની રહી છે. વર્ષ 2023માં કેગ દ્વારા PMJAY યોજનાના ઓડિટ રિપોર્ટમાં ગુજરાતની હૉસ્પિટલોમાં ચાલતી ગેરરીતિઓનો ખુલાસો થયો હતો. PMJAY યોજના હેઠળ મફત સારવાર કરવામાં આવે છે જેના કારણે ગરીબ દર્દીઓ સારવાર અંગે કોઈ પૃચ્છા જ કરતાં નથી જેનો હૉસ્પિટલ સંચાલકો બેફામ દૂરપયોગ કરી રહ્યા છે. વર્ષ 2023માં કેગનો રિપોર્ટ જાહેર થયો જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે, જાન્યુઆરી 2021થી માર્ચ 2021 દરમિયાન ઑડિટર્સે ગુજરાતની અલગઅલગ 50 હૉસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં એવી ગેરરીતિ જોવા મળી કે, હૉસ્પિટલોએ બેડની ક્ષમતા કરતાં વધુ દર્દીઓની સારવાર કરી છે.
Source link