રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં બધુ નકલી મળી રહ્યું છે. ખાવાની વસ્તુઓથી લઈને નકલી અધિકારીઓ અને હવે ન્યાયતંત્ર સાથે ચેડાં કરતી નકલી કોર્ટ ઝડપાઈ છે. તહેવારોની સીઝનમાં નકલીની સીઝન ચાલુ થઈ છે. અમદાવાદમાં નકલી કોર્ટ પકડાઈ છે. જેમાં આર્બિટ્રેટર બની અનેક નકલી ઓર્ડર અપાયા હોવાનો ખુલાસો થયો છે.
આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી
એક ફિલ્મની જેમ અમદાવાદમાં આખે આખી નકલી કોર્ટ ઝડપાઈ છે. અમદાવાદમાં સિટી સિવિલ કોર્ટની સામે જ નકલી કોર્ટનો ભાંડો ફૂટ્યો છે. જેમાં આર્બિટ્રેટર બની અનેક નકલી ઓર્ડર અપાયા હોવાનો ખુલાસો થયો છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યકિતએ નકલી ઓર્ડર આપ્યા છે. આ સમગ્ર ઘટનાનો ભાંડો સિટી સિવિલ કોર્ટની સામે જ ફૂટ્યો છે. આ નકલી કોર્ટમાં વાંધા વાળી જમીનોના અનેક ઓર્ડર કર્યા હોવાની વાત સામે આવી છે. નકલી બનીને અનેક ઓર્ડર કર્યા છે.
આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો હતો. આ ઘટનામાં કોર્ટે મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચન નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધવા જણાવ્યું છે. રજિસ્ટ્રારે મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે ફરિયાદ નોંધાવી છે. બીજી બાજુ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી દીધી છે.
Source link