અમદાવાદના કૃષ્ણનગરમાં પ્રેમસંબંધમાં પાડોશી યુવકે યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. લગ્નની લાલચ આપીને યુવકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતુ. સમગ્ર ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી છે.
અમદાવાદમા પ્રેમના નામે યુવતી સાથે શારીરિક શોષણ કરી પ્રેમીએ તરછોડી દીધી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના કૃષ્ણનગરમાં 19 વર્ષની યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પાડોશી યુવક સાથે પરિચય થતા પ્રેમ સંબંધ કેળવાયા બાદ બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીની મરજી વિરુદ્ધ લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. કૃષ્ણનગર પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધીને શોધખોળ હાથ ધરી છે.
સગીરાને લગ્નની લાલચ આપીને પડોશી યુવકે પ્રેમજાળમાં ફસાવીને વારંવાર દુષ્કર્મ આચર્યા બાદ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી સગીરા ઘરમાં સૂનમૂન રહેતા માતાએ પૂછપરછ કરતા હકીકત જણાવી હતી. આ અંગે સગીરાની માતાએ ફરિયાદ કરતા કૃષ્ણનગર પોલીસે નરાધમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Source link