ગુજરાત સહિત દેશભરની મેડિકલ કોલેજોને યુજી ઈન્ટર્ન, પીજી રેસિડેન્ટ અને સિનિયર રિસિડેન્ટને ચુકવવામાં આવતા સ્ટાઈપેન્ડની વિગતો દર મહિનાની 5મી તારીખ સુધીમાં મેઇલ કરવા માટે સૂચના આપવામાં આવેલી છે.
પરંતુ આ સૂચનાનું ઉલ્લંઘન કરતાં ગુજરાતની 3 સરકારી અને 7 ખાનગી કોલેજોને નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. સુપ્રિમ કોર્ટના હુકમ અન્વયે અપાયેલ સૂચનાનું પાલન ન કરનારી કોલેજો સામે કાર્યવાહીની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા દેશની 115 સરકારી અને 83 ખાનગી મેડિકલ કોલેજોને યુજી ઈન્ટર્ન, પીજી રેસિડેન્ટ અને સિનિયર રેસિડેન્ટને ચૂકવાયેલ સ્ટાઇપેન્ડની વિગતો સબમિટ ન કરવા બાબતે નોટીસ ફટકારી છે, જેમા ગુજરાતની 10 કોલેજનો સમાવેશ થાય છે. NMCએ તેની નોટિસમાં જણાવ્યુ છે કે, સુપ્રીમ કોર્ટના હુકમ અંતર્ગત દેશની તમામ મેડિકલ કોલેજોને સૂચના આપવામાં આવી હતી કે, તમારી મેડિકલ કોેલજોમાં યુજી ઈન્ટર્ન, પીજી રેસિડેન્ટ અને સિનિયર રિસિડેન્ટને ચુકવવામાં આવતા સ્ટાઈપેન્ડની વિગતો સબમિટ કરવાની રહેશે. કોલેજોને સ્પષ્ટ આદેશ અપાયો હતો કે, દરેક મહિનાની 5મી તારીખ સુધીમાં NMCની ઈ-મેઈલ આઈડી પર મેઈલ કરી વિગતો મોકલી દેવાની રહેશે. તેમ છતાં દેશની કેટલીક મેડિકલ કોલેજો દ્વારા આ વિગતો મોકલવામાં આવી નથી, જે ઘણી ગંભીર બાબત છે. જેથી ગંભીર બેદરકારી પૂર્વક NMC દ્વારા કારણદર્શક નોટીસ આપી ખુલો પુછવામાં આવ્યો છે કે, તમારી સામે શા માટે કાર્યવાહી કરવામાં ન આવે. ઉલ્લેખનીય છે કે, કેટલીક મેડિકલ કોલેજો દ્વારા સ્ટાઈપેન્ડ ચુકવાતુ ન હોવાની ફરિયાદો ઉઠી હતી. એક મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. જેને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા ગત 23 એપ્રિલના રોજ એક હુકમ જારી કર્યો હતો. જેમાં સુપ્રિમ કોર્ટે નેશનલ મેડિકલ કમિશનને તાકીદ કરી હતી કે, દેશભરની તમામ મેડિકલ કોલેજોમાં ચુકવાતા સ્ટાઈપેન્ડની વિગતો મેળવવામાં આવે. સુપ્રિમના આદેશ અનુસાર NMCએ તમામ મેડિકલ કોલેજોને નોટિસ જારી કરી જણાવ્યુ હકુ કે, તમારી કોલેજમાં ચુકવાતા સ્ટાઈપેન્ડ અંગેની વિગતો દર મહિને મોકલવામાં આવે.
નોટિસ મળેલ ખાનગી કોલેજ
કિરણ મેડિકલ કોલેજ, સુરત
સાલ ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સ, અમદાવાદ
સ્વામિનારાયણ ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ, કલોલ
ડૉ.કિરણ સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ એન્ડ ઈન્સ્ટિટયુટ, ભરૂચ
ડૉ.એમ.કે.શાહ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ
GMERS મેડિકલ કોલેજ, હિંમતનગર
GMERS મેડિકલ કોલેજ, ધારપુર પાટણ
નોટિસ મળેલ સરકારી કોલેજ
સુરત મ્યુનિ. ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ-સુરત
ગવર્મેન્ટ મેડિકલ કોલેજ-પોરબંદર
ગવર્મેન્ટ મેડિકલ કોલેજ- પંચમહાલ ગોધરા
Source link