GUJARAT

Ahmedabad: ચાણક્યપુરીમાં ધમાલ મચાવનાર આરોપીઓની પોલીસે પરેડ કરાવી

અમદાવાદના ચાંદલોડિયામાં શિવમ આર્કેડમાં થયેલી ધમાલનો મુદ્દો સામે આવ્યો છે. આરોપીઓને લઈને ક્રાઇમ બ્રાન્ચ શિવમ આર્કેડ પર પહોંચી સ્થળ તપાસ કરી હતી અને આરોપીઓની પરેડ કરાવી હતી. વિસ્તારમાં આરોપીઓનો ખોફ ઘટાડવા પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. સોલા પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચમાં તપાસ સોંપાઈ છે.

ગત રાત્રિએ અમદાવાદના ચાણક્યપુરીમાં અસામાજિક તત્વો બેફામ બનીને આતંક મચાવ્યો હતો. નોંધનીય છે કે, શિવમ આર્કેડમાં દારૂ પીધેલ હાલતમાં શખ્સે આતંક મચાવ્યો હતો. શખ્સ નશામાં હોવાથી સ્થાનિકોએ પકડતા હોબાળો મચાવ્યો હતો. શિવમ આર્કેડમાં અસામાજિક તત્વો ઘમાલ મચાવતા સિક્યુરિટીએ રોકતા બબાલ કરી હતી અને હુમલો કર્યો હતો. 20 થી 25 લોકોના ટોળાએ ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો. પોલીસ દ્વારા તે આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ખુલ્લેઆમ 20થી 25 લોકોના ટોળાએ આતંક મચાવ્યો હતો

અમદાવાદના ચાણક્યપૂરીમાં મોડી રાત્રે શિવમ આર્કેડમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. ખુલ્લેઆમ 20થી 25 લોકોના ટોળાએ આતંક મચાવ્યો હતો. નોંધનીય છે કે, તે ઘટનાને લઇ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તલવાર અને ઘાતક હથિયારો વડે તોડફોડ કરી હતી. જેથી આ સમગ્ર મામલે ફ્લેટના ચેરમેને પોલીસ ફરીયાદ નોંધાવી છે. 11 જેટલા ઇસમો સામે હત્યાના પ્રયાસો સહિતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.

ફલેટના કમિટી મેમ્બરોએ રોકતા મામલો બિચક્યો હતો

શિવમ આર્કેડમાં ફ્લેટમાં દારૂની મહેફીલ માણ્યા બાદ અસમાજીક તત્વોએ આતંક મચાવ્યો હતો. દારૂ પીધેલા શખ્સોને સિક્યુરિટીએ રોકતા બબાલ કરી હતી. આ શખ્સોને સિક્યુરિટી અને ફલેટના કમિટી મેમ્બરોએ રોકતા મામલો બિચક્યો હતો. શિવમ આર્કેડમાં નશો કરેલા શખ્સોને રોકતા આ શખ્સોએ અન્ય વ્યક્તિઓને ફોન કરી બોલાવ્યા હતા. થોડા જ સમયમાં 25-30 શખ્સો તલવાર અને દંડા વડે ફ્લેટ પર આવી હુમલો કર્યો. ત્યારે બાદ લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button