GUJARAT

Ahmedabadમાં ડેન્ગ્યૂના 345 અને ઝાડા-ઊલટીના 541અને ટાઈફોઈડના 485 કેસ નોંધાયા

  • ચોમાસામાં વરસાદી પાણી ભરાતા મચ્છરજન્ય, પાણીજન્ય રોગચાળો વકર્યો
  • 6,819 કન્સ્ટ્રક્શન સાઈટ, અન્ય એકમોનું ચેકિંગઃ રૂ. 1.19 કરોડનો દંડ વસૂલાયો
  • શહેરમાં મેલેરિયાના 110, ફાલ્સિપારમના 18 અને ચિકનગુનિયાના 35 કેસ નોંધાયા

અમદાવાદમાં છેલ્લાં કેટલાંક દિવસથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માઝા મૂકી રહ્યો છે. તા. 17 ઓગસ્ટ સુધીમાં શહેરમાં ડેન્ગ્યૂના 345 કેસ નોંધાયા છે. જ્યારે ઝાડા-ઉલ્ટીના 541, કમળાના 299, ટાઈફોઈડના 485 અને કોલેરાના 22 કેસ નોંધાયા છે. શહેરમાં મેલેરિયાના 110, ફાલ્સિપારમના 18 અને ચિકનગુનિયાના 35 કેસ નોંધાયા છે.

AMC દ્વારા તા. 18 ઓગસ્ટ સુધીમાં 6,819 કન્સ્ટ્રક્શન સાઈટ, ઉપરાંત સ્કુલો, કોમર્શિયલ એકમો તેમજ અન્ય એકમોનું ચેકિંગ કરીને મચ્છરના બ્રીડિંગ મળી આવતાં રૂ. 1 કરોડ,19 લાખનો દંડ વસૂલ કરાયો છે અને 22,437 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. ગોતા, દાણીલીમડા, બહેરામપુરા, લાંભા, ઈન્દ્રપુરી, વટવા, રાણિપ, રામોલ- હાથીજણ અને અસારવામાં કોલેરાના 22 કેસ નોંધાતાં આ વિસ્તારોમાં પાણી અને ડ્રેનેજની લાઈનોમાં લીકેજ શોધી કાઢવા અને રીપેર કરવા એન્જિનિયરિંગ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. શહેરમાં મચ્છરનો ઉપદ્રવ ડામવા અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે IRS એ જંતુનાશક દવાઓનો છંટકાવ તેમજ ફોગીંગ કરવામાં આવે છે. મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 27 લાખ, 44 હજાર ઘરમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતાં મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. શહેરમાં ઓગસ્ટના 17 દિવસમાં ડેન્ગ્યૂના 345 કેસ નોંધાયા છે. ગત વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં ડેન્ગ્યૂના 805 કેસ નોંધાયા હતા અને તેની સરખામણીએ તા.17 ઓગસ્ટ, 2024 સુધીમાં ડેન્ગ્યૂના 765 કેસ નોંધાયા છે. હજુ તા. 31 ઓગસ્ટ એટલેકે ચાલુ મહિનાના 14 દિવસ બાકી છે ત્યારે ડેન્ગ્યૂ, ફાલ્સિપારમ, ચિકનગુનિયના કેસોમાં વધારો થવાની શક્યતા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button