દિવાળી પહેલાના છેલ્લા રવિવારે લોકો કપડા, મીઠાઈ, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, ઘર સજાવટની વસ્તુઓ, ઘર વખરી સહિતની વસ્તુઓની ખરીદી કરવા નીકળી પડયા હતા.અમદાવાદમાં લાલ દરવાજા, રિલીફ્ રોડ, રતનપોળ, મેમનગર, સી.જી. રોડ, નારણપુરા, લો-ગાર્ડન સહિતની ટ્રેડિશનલ બજારોથી લઈને શહેરના તમામ મોલ્સમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
રજાનો દિવસ હોવાથી લોકો પરિવાર સાથે સવારથી જ ખરીદી કરવા નીકળી પડયા હતા. આના કારણે રસ્તાઓ પર પણ ટ્રાફ્કિ વધ્યો હતો અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ ગીરદી જોવા મળી હતી. વેપારીઓએ જણાવ્યું કે, તહેવારો હોવાથી નોકરિયાત વર્ગને વહેલો પગાર મળ્યો છે. આ સાથે જ ઘણી કંપનીઓમાં બોનસ પણ મળ્યા છે તેના કારણે હવે આવતા ત્રણ-ચાર દિવસ સારી ખરીદી રહેશે. મધ્યમ વર્ગમાં સારો ઉત્સાહ છે. કપડા, ઘર સજાવતની વસ્તુઓ તેમજ ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ વેચાતી દુકાન, દરેક જગ્યાએ સારી ભીડ છે. મધ્યમ વર્ગના લોકો ફેસ્ટીવલ શોપિંગ માટે સરેરાશ 10,000 સુધીના બજેટમાં ખરીદી કરી રહ્યા છે જ્યારે ઉચ્ચ મધ્યમ વર્ગ ઈલેક્ટ્રોનિક્સ આઈટમો અને મોબાઈલ કે ગેજેટ્સ જેવી વસ્તુઓમાં વધારે ખર્ચ કરે છે.
શહેરની જૂની બજારોમાં પણ ખાસ્સી ભીડ જોવા મળી
રતનપોળ, લાલ દરવાજા, નારણપુરા, સી. જી. રોડ, લો-ગાર્ડન, ગાંધી રોડ, ત્રણ દરવાજા, રિલીફ્ રોડ પર જૂના અને જાણીતા બજારોમાં વધારે ખરીદી કરે છે. અહીં ઘર સજાવટની તમામ વસ્તુઓ સસ્તા ભાવે મળી રહેતા મહિલાઓની ખાસ્સી ભીડ અહીં જોવા મળી હતી.
Source link