GUJARAT

Ahmedabad: સ્ક્રેપ અને ઓઇલના વેપારીઓને ત્યાં CGSTના દરોડા

ગૂડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) વિભાગ દ્વારા હાલ ગુજરાતમાં અલગ અલગ ધંધાર્થીઓને ત્યાં કરચોરી પકડવા માટે સર્ચ અને દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં ડિરેક્ટર જનરલ ઓફ્ GST ઇન્ટેલિજન્સ (DGGI)ના રિસર્ચના આધારે સેન્ટ્રલ GST (CGST)એ અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર અને આણંદ સહિત રાજ્યમાં 25 સ્થળોએ ઓઇલના વેપારીઓ તેમજ સ્ક્રેપના ડીલર્સ ઉપર સર્ચ અને દરોડાની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં રૂ. 200 કરોડથી વધુની કરચોરી સામે આવી છે.મળતી વિગતો મુજબ જામનગર અને રાજકોટમાં ઓઇલ વેપારીઓને ત્યાં દરોડામાં બોગસ પર્ચેસ બિલ, સેલ્સ ડોક્યુમેન્ટ સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી હતી અને GST અધિકારીઓએ બિલો, બેન્ક ખાતા સહિત કમ્પ્યુટરના ડેટાની તપાસમાં કરોડોની કરચોરી પકડાઈ હતી. સૌરાષ્ટ્ર વિસ્તારના એક પૂર્વ ધારાસભ્યના ભાઈ અને તેમની પત્નીના નામે ચાલતી અમદાવાદમાં આવેલી કંપનીમાં મોટી રકમની કરચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું.

CGST વિભાગે જામનગર અને રાજકોટમાં બેઝ ઓઈલના વેપારીઓ, વિતરકોના ગોડાઉન ઉપર અને ઓફ્સિો પર દરોડા પાડયા હતા. ત્રણ દિવસ પહેલાં આણંદના કાપડના વેપારીઓ સહિત 10 સ્થળોએ સ્ટેટ GST અને વડોદરા GSTની ટીમે દરોડા પાડયા હતા. અધિકારીઓ દ્વારા બેન્ક એકાઉન્ટ્સ, બિલ અને કમ્પ્યુટરના ડેટા ચકાસ્યા હતા. આ તપાસમાં રૂ. 200 કરોડથી વધારેની ટેક્સ ચોરી થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. દરોડાની જાણ થતાં જ કેટલાક વેપારીઓ દુકાન બંધ કરી ચાલ્યા ગયા હતાં. દરોડામાં મળેલા ડોક્યુમેન્ટ્સ અને ડેટાની તપાસ ચાલી રહી છે તે જોતાં કરચોરીનો આંકડો વધે તેવી સંભાવના છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button