GUJARAT

Ahmedabad: SOGએ ડ્રગ્સ પેડલરની કરી ધરપકડ, સપ્લાયર હજુ પોલીસ પકડથી દૂર

ડ્રગ્સના વધી રહેલા દુષણને ડામવા અમદાવાદ શહેર પોલીસે હવે સપ્લાયરોની સાથે ડ્રગ્સ પેડલરો વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ કરી છે. જેમાં નારોલ સર્કલ પાસેથી 38 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક પેડલરની ધરપકડ કરવામાં આવી છે. જોકે ડ્રગ્સનો મુખ્ય ડીલર હાલમાં ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા આરોપી નાઝીર ખાનની ધરપકડ

અમદાવાદ શહેર એસઓજીએ 38 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા આરોપી નાઝીર ખાન ઉર્ફે ગુડ્ડુ પઠાણની ધરપકડ કરી છે. ઝડપાયેલ આરોપી ડ્રગ્સ સપ્લાયર શાહરૂખ ઉર્ફે મામા કાજી પાસેથી 38 ગ્રામ ડ્ર્સગ લઈને નારોલ સર્કલ પાસે આવેલા પેટ્રોલ પંપની બહાર ઉભો હતો. તે સમયે પોલીસે તેની ધરપકડ કરી છે. નાઝીર ખાન પાસેથી પોલીસે પાંચ પાંચ ગ્રામની પડીકીઓ કબજે કરી છે. જે પડીકી શાહરૂખના કહેવાથી ડીલેવરી આપવાની હતી. જોકે ડ્રગ્સ લેવા કોઈ આવે તે પહેલા જ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.

આરોપી અગાઉ શાહપુર વિસ્તારમાં જુગારનો અડ્ડો ચલાવતો હતો

ઝડપાયેલા ડ્રગ્સ પેડલર નાઝીરની પૂછપરછમાં સામે આવ્યુ કે તે છેલ્લા ચાર મહિનાથી મુખ્ય આરોપી શાહરૂખ ઉર્ફે મામા કાજીની સાથે કામ કરે છે અને રોજના 1,000 રુપિયા પગાર મળે છે. મહત્વનું છે કે આ પહેલા નાઝીર શહેરના શાહપુર વિસ્તારમાં જુગારનો અડ્ડો ચલાવતો હતો. જોકે તે બંધ થઈ જતા હવે ડ્રગ્સ પેડલર બન્યો છે.

અનેક ગુના આરોપી વિરૂદ્ધ નોંધાઈ ચૂક્યા છે

બીજી તરફ નાઝીર ખાન વિરુદ્ધ શાહપુર પોલીસ મથકે રાયોટીંગ અને જુગારના ગુના નોંધાયેલા છે તો બીજી તરફ ફરાર આરોપી શાહરૂખ વિરૂદ્ધ વટવા પોલીસ મથકે રાયોટીંગ અને પ્રોહીબિશનના ગુના નોંધાયેલા છે. જેથી બંને આરોપીઓ ડ્રગ્સના ધંધામાં ક્યારેય અને કેવી રીતે આવ્યા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

આરોપી છેલ્લા ચાર મહિનાથી ડ્રગ્સના નેટવર્ક સાથે સંકળાયેલો

ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી તપાસ કરતા ડ્રગ્સ ડીલરોની નવી મોડાસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં અગાઉ ડ્રગ્સના ધંધામાં કે ડ્રગ્સના કોઈ ગુનામાં સંડોવાયેલા ન હોય તેવા લોકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી પોલીસની નજર તેમના પર ન પડે અને ડ્રગ્સનો વ્યાપાર લાંબા સમય સુધી ચલાવી શકાય. મહત્વનું છે કે ઝડપાયેલા આરોપી પણ છેલ્લા ચાર મહિનાથી ડ્રગ્સના નેટવર્ક સાથે સંકળાયેલો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button