ગુજરાતમાં પીએમજેએવાયમાં પૈસા કમાવવા માટે દર્દીઓના જીવ સાથે ચેડાં થઈ રહ્યા છે. હવે ગેરકાયદે આયુષ્યમાન કાર્ડનું રેકેટ સામે આવ્યું છે. ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં એટલે કે વર્ષ 2019-20થી 2023-24 સુધી આયુષ્યમાન ભારત-પીએમજે યોજના હેઠળ અત્યાર સુધી 47,41,715 દર્દીઓએ સારવાર મેળવી છે, યોજના હેઠળ બીમાર લોકોની સારવાર મામલે ગુજરાત દેશમાં સાતમા ક્રમે છે.
મા યોજનામાં ગરબડ મામલે ગુજરાત દેશમાં પ્રથમ નંબરે આવે છે તે જોતાં આમાં ખોટા લાભાર્થી કેટલા હશે અથવા તો કેટલા લોકો પર ખોટી સારવાર થઈ હશે તે એક મોટો સવાલ છે. પ્રધાન મંત્રી-જન આરોગ્ય યોજનામાં દેશના 12.37 કરોડ પરિવારના 55 કરોડ લાભાર્થીઓ સામેલ છે, 30 નવેમ્બર 2024 સુધી 29,929 હોસ્પિટલ દેશમાં યોજના હેઠળ એમ્પેનલ્ડ છે. કેટલાક રાજ્યોમાં પીએમજે યોજના હેઠળ સારવાર લીધી હોય તેવા દર્દીઓની સંખ્યા 96 લાખ સુધીની છે. ગુજરાતમાં 47.41 લાખ દર્દીઓએ છેલ્લા પાંચ વર્ષમાં પીએમજેનો લાભ લીધો છે. આમાં કેટલા પાત્રતા ધરાવતા નહીં હોય છતાં ગેરલાભ લીધો હશે તે ઉંડી તપાસનો વિષય છે.
Source link