પાંજરાપોળથી આઇઆઇએમ સુધી ફ્લાયઓવરના સૂચિત પ્રોજેકટ, ટ્રાફ્કિ અને વધતા જતા અકસ્માતો મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની રિટ અરજીમાં ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે સરકાર અને પોલીસ સત્તાવાળાઓનો ઉધડો લીધો હતો.
હેલ્મેટના કાયદાની ચુસ્ત અમલવારી નહી થવાથી ખંડપીઠે ભારોભાર નારાજગી વ્યકત કરી હતી અને સાફ્ શબ્દોમાં જણાવી દીધુ હતુ કે, હેલ્મેટના કાયદાને લઇ સરકાર-પોલીસ ઓથોરિટી ઝીરો ટોલરન્સ પોલિસી અપનાવે. હેલ્મેટના કાયદાના અમલવારીના મામલાને પાયલોટ પ્રોજેકટ તરીકે લેવા પણ રાજય સરકારને કડક તાકીદ કરી હતી.
હાઇકોર્ટે રાજય સરકાર અને ટ્રાફ્કિ પોલીસ-ઓથોરિટીને ઉદ્દેશીને સ્પષ્ટ શબ્દોમાં નિર્દેશ કર્યો કે, જો લોકો હેલમેટના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય અને રાજી ખુશીથી દંડ ભરીને ચાલતા થવા તૈયાર હોય તો બીજો રસ્તો અપનાવો. આજના સમયમાં બધાને ઉતાવળ હોય છે. ઓફ્સિના સમય દરમ્યાન તમે તેમને રોકી રાખો, ભલે તેમને મોડું થાય, જેથી તેમનો સમય બગડશે અને તેઓ ઓફ્સિમાં મોડા પહોંચશે તો, તેમને ઠપકો પડશે એટલે ખબર પડશે કે હવે હેલ્મેટ પહેરો. આવી મગજમારીથી બચવા પણ લોકો હેલ્મેટ પહેરતા થશે. બીજી બાજુ અમદાવાદ-ગાંધીનગર હાઇવે ઉપર પણ બન્ને તરફ્ અવર-જવર હોય છે તો ત્યાં ચેક પોસ્ટ ઉભી કરીને લોકોને હેલ્મેટના નિયમોનો અમલ કરાવો. ખંડપીઠે રાજય સરકારને એમ પણ જણાવ્યું કે, હેલ્મેટની અમલવારીને પાયલોટ પ્રોજેકટ તરીકે લો અને તેનું ચુસ્તપણે અમલ કરાવી બાદમાં બીજા શહેરોમાં તબક્કાવાર વિસ્તરણ કરો અને અમલવારી કરાવો. અરજદારપક્ષ તરફ્થી સિનિયર એડવોકેટએ અદાલતનું ધ્યાન દોર્યું કે, રાજયમાં સાત-આઠ વર્ષ પહેલાં હેલ્મેટ ફ્રજિયાત કરાયુ હતુ પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરાઇ કે, આનો અમલ ના કરાય તેવી લોકોની માંગ છે. જેથી હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે, હેલ્મેટનો નિયમ મોટર વ્હીકલ એકટનો છે. આ કેન્દ્ર સરકારનો કાયદો છે. તેની અમલવારી જરૂરી છે, તેમાં બાંધછોડ ના ચાલી શકે.
હાઈવેના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર અકસ્માતો વધુ જાઅરજદારે એ મુદ્દે પણ ધ્યાન દોર્યું કે, સત્તાવાળાઓએ બે-ત્રણ બ્રિજ બનાવવાનું કેન્સલ રાખ્યુ છે. ખાસ કરીને હાઇવેના એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ પર કામ કરવાની ખૂબ જરૂર છે. આવા પોઇન્ટ અક્સ્માત સ્થળો બની રહ્યા છે. જેથી હાઇકોર્ટે સત્તાવાળાઓને નિર્દેશ કર્યો કે, એક્સપર્ટની નિમણૂંક કરી આવા અક્સ્માત પોઇન્ટ શોધી કાઢવામાં આવે અને તેની પર કામ કરી તાત્કાલિક સુધારો કરો. આ ઉપરાંત ટેકનોલોજીનો અમલ કરવા ઉપર પણ ચીફ્ જસ્ટિસે ભાર મૂકીને કેસની વધુ સુનાવણી આવતા શુક્રવારે રાખી હતી.
હેલ્મેટ વિનાના માટે ખાસ એપ બનાવાઈ છે : સરકાર
સરકાર દ્વારા હાઇકોર્ટને જણાવાયુ હતું કે, એક મોબાઇલ એપ્લીકેશન ડેવલપ કરવામાં આવી છે. જો કોઇ વાહન ચાલક હેલ્મેટ વગર પકડાશે અને તેનો વાહન નંબર મોબાઇલ એપ્લીકેશનમાં નાખવામાં આવશે તો તરત જ ખબર પડી જશે કે હેલ્મેટના નિયમનો કેટલી વખત ભંગ કર્યો છે. જો ત્રણ વખતથી વધુ હેલ્મેટ પહેર્યા વગર પકડાયા હશે તો વાહનનો નંબર સીધો જ આરટીઓને મોકલી આપવામાં આવશે અને આવા વાહનચાલકનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે.
તો અમદાવાદના રોડ પર ટુ-વ્હીલર જોવા નહીં મળે
એડવોકેટ જનરલે હાઈકોર્ટને જણાવ્યું હતું કે હેલ્મેટ પહેર્યા વગરના લોકોના 106 કેસ ઇ્ર્ંને અપાયા છે, જેમના લાઇસન્સ ત્રણ માસ માટે સસ્પેન્ડ કરવામાં આવશે. હાઈકોર્ટે કહ્યું હતું કે ઓથોરિટી દરેક ટૂ-વ્હીલર ચાલકને હેલ્મેટ પહેર્યા વગર પકડશે તો અમદાવાદના રોડ ઉપર ટૂ-વ્હીલર જોવા નહિ મળે.
કોર્ટ આવતાં મેં ફોટા લીધા, માત્ર ત્રણ-ચારે જ હેલ્મેટ પહેરેલી : ચીફ જસ્ટિસ
ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલે જણાવ્યું કે, હેલ્મેટના નિયમનું અસ્તિત્વ જ રહ્યું નથી જાણે. આજે હું હાઇકોર્ટ આવતી હતી ત્યારે કારમાંથી કેટલાક ફેટો લીધા છે. હું આપને બતાવી શકું છું. કારની બંને બાજુ ટૂ-વ્હીલર વાહનોની હાર હતી તેમાંથી માત્ર ત્રણ ચાર જણાંએ જ હેલ્મેટ પહેરેલા હતા. રસ્તાની બંને બાજુ વીઆઇપી બંદોબસ્ત માટે ટ્રાફ્કિ જવાનો હતા પરંતુ કોઇ દરકાર લેતુ નહોતું. તમે ચાહો તો તમને ફોટો બતાવી શકું છું.
હાઈકોર્ટના કર્મચારીઓ માટે અમે હેલ્મેટ ફરજિયાત બનાવીશું
દરમ્યાન ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને સાથે બેઠેલા જસ્ટિસએ થોડી ક્ષણો માટે મસલત કરી હતી અને પછી કહ્યું હતું કે, અમે એક પરિપત્ર બહાર પાડીને હાઇકોર્ટના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત બનાવવા માટે વિચારી રહ્યા છીએ અને જો કોઇ હેલ્મેટ વિના પકડાશે તો તેમની પાસેથી દંડ વસૂલ કરાશે અને પગલાં લઇશું. હાઇકોર્ટના આ નિર્ણયને રાજયના એડવોકેટ જનરલેઆવકાર્યો હતો અને બીજી કચેરીઓમાં પણ આવું થવું જોઇએ તેવો મત વ્યક્ત કર્યો હતો. દરેક નોકરીદાતાઓએ આવો નિર્ણય લેવો જોઇએ.
Source link