સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગ દ્વારા અમદાવાદમાં આર્ટિફિશિયલ ફ્લાવર (કૃત્રિમ ફૂલો) તથા અન્ય સુશોભન ચીજવસ્તુઓના 11 વેપારીઓ પર પાડવામાં આવેલા દરોડામાં રૂ. અઢી કરોડની કરચોરી પકડાઈ છે અને રૂ. 3.50 કરોડની જવાબદારી શોધી કાઢવામાં આવી છે.
SGST વિભાગ દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજોની ચકાસણી બાદ કરચોરીની રકમ વધવાની શક્યતા છે. કૃત્રિમ ફુલો અને સુશોભનની વસ્તુઓના કેટલાંક વેપારીઓ દ્વારા બિલ વિના વેચાણ કરીને કરચોરી કરનારાઓ અંગે મળેલી બાતમીના આધારે SGST વિભાગ દ્વારા તા. 5 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં 11 સ્થળે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને મળી આવેલા દસ્તાવેજોની પ્રાથમિક ચકાસણી કરવામાં આવ્યા પછી રૂ. 2 કરોડ, 50 લાખની કરચોરી શોધી કાઢવામાં આવી છે અને રૂ. 3 કરોડ, 50 લાખની જવાબદારી શોધી કાઢવામાં આવી છે. આ વેપારીઓના રૂ. 3 કરોડ, 50 લાખના શંકાસ્પદ વ્યવહારો અંગેની હિસાબો, દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે અને દસ્તાવેજોની ચકાસણીના અંતે કરચોરીની રકમ વધે તેવી શક્યતા છે.
Source link