GUJARAT

Ahmedabad: તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ બોર્ડમાં ડૉ. અદિત દેસાઈની નિમણૂક થઈ

આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા અમદાવાદની કેડી હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ડો. અદિત દેસાઈની તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ (TTD)ના બોર્ડ મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ તિરૂપતિ મંદિરના બોર્ડમાં અત્યાર સુધીના સૌથી યુવા બોર્ડ મેમ્બર છે અને સાથે જ બોર્ડમાં બીજા ગુજરાતી સભ્ય છે.

TTD વિશ્વનું સૌથી ધનાઢય હિંદુ મંદિર બોર્ડ છે જેની અંદાજીત નેટવર્થ 36 બિલિયન ડોલર છે. TTD બોર્ડ સમગ્ર ભારતમાં વેંકટેશ્વર મંદિર, તિરુમાલા અને અન્ય 60 મંદિરોની કામગીરીની દેખરેખ કરે છે. તિરુપતિના મુખ્ય મંદિરની રોજ 80,000થી વધુ શ્રાદ્ધાળુઓ મુલાકાત લે છે. TTD શિક્ષણ, આરોગ્ય સંભાળ અને ગૌ સંરક્ષણના ક્ષેત્રોમાં અસંખ્ય પરોપકારી પ્રવૃત્તિઓમાં પણ સામેલ છે. વર્ષ 2023માં TTDની કુલ આવક અંદાજે રૂ. 5,000 કરોડ હતી અને તેમાં અલગ અલગ વિભાગોમાં અંદાજે 16,000થી વધુ લોકો કામ કરે છે.

શ્રીવાણી ટ્રસ્ટની સ્થાપના TTD દ્વારા 2019 માં SC-ST-BC વસવાટોમાં મંદિરોનું નિર્માણ કરીને, પ્રાચીન મંદિરોનો જીર્ણોદ્ધાર કરીને અને નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહેલા મંદિરોને ધૂપ-દીપ-નૈવેદ્યમ યોજના હેઠળ ભંડોળ પૂરું પાડી સનાતન ધર્મને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. જાન્યુઆરી 2023 સુધીમાં, TTDએ આંધ્રપ્રદેશ, તેલંગાણા, પોંડિચેરી અને કર્ણાટકમાં 2,068 મંદિરોનું બાંધકામ હાથ ધર્યું છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button