GUJARAT

Ahmedabad:ટ્રાફિક પોલીસે 10 વર્ષમાં 93.51ઈ-ચલણ ઈશ્યૂ કરવા પાછળ 23.37 કરોડનો ખર્ચ કર્યો

શહેરમાં છેલ્લા 10 વર્ષમાં ટ્રાફિક નિયમન ભંગ કરતા વાહનચાલકોને ટ્રાફિક પોલીસે 93.51 લાખ ઇ-ચલણ જનરેટ કરીને કુલ 416 કરોડનો દંડ ફટકાર્યો છે. જેમાં 93.51 લાખ ઇ-ચલણ જનરેટ કરવા પાછળ ટ્રાફિક પોલીસે અંદાજીત 23.37 કરોડનો ખર્ચો કર્યો છે. આમ છતાં ટ્રાફિક પોલીસે 416 કરોડમાંથી માત્ર 101 કરોડનો દંડ જ વસૂલ્યો છે.
જ્યારે 314 કરોડના દંડની વસૂલાત હજુ બાકી છે. ટ્રાફિક પોલીસે દંડની વસૂલાત માટે શું શું પગલા ભર્યા અને દંડની વસૂલાત માટે કોઇ એક્શન પ્લાન તૈયાર કર્યો છે કે કેમ તે અંગે ટ્રાફિક જેસીપી એન.એન.ચૌધરીનો સંપર્ક કરતા તેઓએ હંમેશાની જેમ ફોન રિસિવ કર્યો ન હતો. શહેરમાં ટ્રાફિક સમસ્યામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે અને અકસ્માત પણ વધી રહ્યા છે ત્યારે અમદાવાદમાં વર્ષ 2015થી લઇને જૂન 2024 દરમ્યાન ટ્રાફિક નિયમન ભંગ બદલ ટ્રાફિક પોલીસે 93.51 લાખ વાહનચાલકોને ઇ-ચલણ ઇસ્યુ કર્યા છે. જેમાં ટ્રાફિક પોલીસે અંદાજીત એક ઇ-ચલણ ઇસ્યુ કરવા પાછળ રૂ.25નો ખર્ચ કરીને કુલ 10 વર્ષમાં 23.37 કરોડનો ખર્ચો કર્યો છે. જેની સામે ઇ-ચલણના દંડની કુલ રકમ 416 કરોડમાંથી માત્રને માત્ર 101 કરોડ રૂપિયા જ ટ્રાફિક પોલીસ વસૂલી શકી છે. જ્યારે 65 લાખ વાહનચાલકોએ હજુ પણ 316 કરોડ દંડની ભરપાઇ કરી નથી. બીજી તરફ, ટ્રાફિક પોલીસે દરરોજ અંદાજીત 2,500થી વધુ ઇ-ચલણ ટ્રાફિક નિયમન ભંગ કરતા વાહનચાલકોને ફટકારી રહી છે. વર્ષ 2019માં 80 કરોડના દંડની વસૂલાત બાકી હતી ત્યારે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ઇ-ચલણના દંડની વસૂલાત કરવા માટે સ્પેશિયલ સ્કવોડની રચના કરાઇ હતી. જેમાં ટ્રાફિક પોલીસ ઇ-ચલણ લઇને વાહનચાલકોના ઘરે જઇને 10 દિવસમાં દંડ ભરો નહીં તો લાઈસન્સ અને આરસી બુક બંન્ને રદ થશે તેવી નોટિસ ફટકારી હતી. દરમ્યાન વર્ષ 2019માં 19.15 કરોડના દંડની વસૂલાત ટ્રાફિક પોલીસે કરી હતી. આ સ્પેશિયલ સ્કવોડ થોડા સમય માટે જ કાર્યરત રહી હતી.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button