GUJARAT

Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ અમદાવાદના પ્રવાસે

  • આજે રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત મુલાકાતે આવશે
  • અમિત શાહ પરિવાર સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરશે
  • સંસદીય ક્ષેત્રમાં ખાતમહૂર્ત અને લોકાપર્ણ કાર્યક્રમ હાજરી આપશે

આજે રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે આવશે. આજથી 2 દિવસ પ્રવાસ સમયે અમિત શાહ તેમના સંસદીય ક્ષેત્રમાં ખાતમહૂર્ત અને લોકાપર્ણ કાર્યક્રમ હાજરી આપશે. તેમજ પરિવાર સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરશે. બે દિવસના કાર્યક્રમોની રૂપરેખા આવો જોઈએ.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર આવશે. આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના સંસદીય ક્ષેત્રમાં ગાંધીનગર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભા વિકાસના કામો ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ ઉપસ્થિત રહેશે.

અમિત શાહ મકરબા ખાતે વૃક્ષારોપણ કરશે

જે અંતર્ગત આવતીકાલે તેમના સંસદીય ક્ષેત્રમાં ત્રણ વિધાનસભા બેઠકમાં સાત જેટલા વિવિધ કાર્યક્રમો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આવતીકાલે સવારે 9 વાગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઘાટલોડિયા વિધાનસભાના બેઠકમાં આવતા થલતેજ ખાતે ઓક્સિજન અને તળાવના લોકાર્પણ કરીને થલતેજ વાસીઓ માટે ખુલ્લું મૂકશે. તેમજ વેજલપુર વિધાનસભા બેઠકમાં હરિયાળા લોકસભા અંતર્ગત મિશન મિલિયન ટ્રી અભિયાન અન્વયે મકરબા ખાતે વૃક્ષારોપણ કરશે.

AMCના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ અમિત શાહના હસ્તે

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પોશ વિસ્તાર પ્રહલાદનગર ખાતે નવનિર્મિત સ્વિમિંગ પુલનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકાર્પણ કરશે. આધુનિક સુવિધાથી સજ્જ સ્વિમિંગ પુલનો લાભ વેજલપુર, પ્રહલાદનગર, આનંદનગર, સરખેજ, મકરબા તેમજ આજુ બાજુના લોકોને મળશે. તેમજ પ્રહલાદનગર પાસે AMC વિકાસ કામો ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે.

નારણપુરા મામલતદાર કચેરીનું લોકાર્પણ

નારણપુરા વિસ્તારમાં ભીમજીપુરા ખાતે નવી આકાર પામેલી નારણપુરા મામલતદાર કચેરીનું લોકાર્પણ કરશે. આમ તો હાલના કેન્દ્રીય ગૃહમંત્રી અને તત્કાલીન ગુજરાતના સરકારના ગૃહમંત્રી રહેલા અમિત શાહ નારણપુરા સાથે જૂનો નાતો રહ્યો છે. ત્યારે આવતીકાલે સાંજે નારણપુરા વિધાનસભા કાર્યકરો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન પણ કરશે.

વિકાસ કામોની લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે CAA અંતર્ગત નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ સમારોહ પણ અમદાવાદ ખાતે યોજાવાનો છે. CAA નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને બોડકદેવ ખાતે યોજાશે. જેમાં અમદાવાદમાં વસતા 188 શરણાર્થીઓને આવતીકાલે ભારતીય નાગરિકત્વના પ્રમાણપત્ર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એનાયત કરશે. જોકે દેશમાં સૌથી વધુ શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ એનાયત કરવામાં અમદાવાદ મોખરે છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી દર વર્ષની માફક રક્ષાબંધન પર્વ પણ પરિવાર સાથે ઉજવશે. એટલે કે 19 ઓગસ્ટ રક્ષાબંધન પર્વની ઉજવણી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે કરશે. આમ બે દિવસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button