શાળાએ લાઇસન્સ વગર વાહનો લઈને આવતા વિદ્યાર્થીઓ સામે સોમવારે અમદાવાદ શહેર અને ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી કચેરી (DEO) દ્વારા એક સરપ્રાઈઝ ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ડ્રાઈવમાં કુલ રૂ. 1 લાખ કરતા વધુનો દંડ કરવામાં આવ્યો હતો.
ગ્રામ્ય વિસ્તારની એક સ્કૂલમાં લાયસન્સ વગરના 25 વિદ્યાર્થીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે અમદાવાદ શહેરની 3 શાળાઓમાં ડ્રાઈવ યોજાઇ હતી. વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓ અને સ્કૂલ વર્ધીના વાહનોની પણ ચકાસણી કરવામાં આવી હતી. આ ડ્રાઈવમાં ટ્રાફ્કિ પોલીસ, RTO અને ફાયર અંગેની ટીમ જોડાઈ હતી.
રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ ખાતે ડ્રાઈવમાં ટ્રાફ્કિ પોલીસ અને RTOની ટીમ સાથે સ્કૂલે વાહન લઈને આવતા બાળકો ઉપરાંત સ્કૂલ બસ, ઈન્સ્યોરન્સ વગરના વાહનો, લાયસન્સ, પીયુસી, હેલ્મેટ સહિતના મુદ્દે વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓને પણ તપાસમાં આવ્યા હતા. આ ઉપરાંત સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષાની પણ ચકાસણી કરાઈ હતી. ડ્રાઈવ દરમિયાન ટ્રાફ્કિ પોલીસ દ્વારા 15 જેટલા મેમો ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. જ્યારે RTOએ 17 મેમો આપ્યા હતા. આ રીતે કુલ રૂ. 65 હજારનો દંડ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ન્યુ એચ.બી.કાપડીયા સ્કૂલ અને સંસ્કાર વિદ્યા નિકેતન સ્કૂલમાં પણ ડ્રાઈવ યોજાઈ હતી. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી આગામી દિવસોમાં પણ ડ્રાઈવ ચાલુ રાખશે.
ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા નારાયણ ગુરૂ સ્કૂલમાં ડ્રાઈવમાં 50 જેટલા બાળકો વાહન લઈને શાળામાં આવ્યા હોવાનું જણાયું હતું. જેમાંથી 25 બાળકો પાસે નિયમ મુજબ લાઇસન્સ અને હેલ્મેટ હતા જ્યારે અન્ય 25 વિદ્યાર્થીઓ પાસે લાઇસન્સ ન હોવાથી તેમને દંડ કરવામાં આવ્યો હતો. ટ્રાફ્કિ પોલીસ દ્વારા રૂ. 17 હજાર જેટલો દંડ કરાયો હતો. જ્યારે RTO દ્વારા રૂ. 20 હજાર જેટલો દંડ કરવામાં આવ્યો હતો. આ ડ્રાઈવ દરમિયાન DEOની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફ્કિ નિયમો અંગેના પેમ્પલેટ આપવામાં આવ્યા હતા. ઉપરાંત વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી નિયમોનું પાલન કરવા માટે સમજાવવામાં આવ્યા હતા. ડ્રાઈવ સાથે અવેરનેસ પ્રોગ્રામ પણ યોજાયો
અમદાવાદ શહેર અને ગ્રામ્ય DEO કચેરીની ટીમે લાયસન્સ ધરાવતા ન હોવા છતાં વાહનો લઈને શાળામાં આવતા બાળકો સામે ડ્રાઈવ યોજી હતી. આ ડ્રાઈવમાં સાયબર ક્રાઈમ અવેરનેસ, રોડ સેફ્ટી અવેરનેસ, કારકિર્દીના પંથે તથા સારથી પ્રોજેક્ટ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓને ફાયર અને રોડ સેફ્ટી તેમજ સાઇબર ક્રાઇમથી માહિતગાર કરાવવા અનેટ્રાફ્કિના નિયમોનું ચુસ્ત પાલન થાય તે અંગે શાળાઓને પણ કહેવામાં આવ્યું હતું.
Source link