Ahmedabad: વસ્ત્રાલમાં સ્ટોર્મવોટર-ડ્રેનેજનું ખાતમુહુર્ત થયાના બાદ પણ કામગીરી પૂર્ણ નથતા તપાસના આદેશ
અમાદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુદા જુદા વિભાગોમાં લાલિયાવાડી જોવા મળે છે. AMC દ્વારા વસ્ત્રાલમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મવોટર ડ્રેનેજ નાંખવા અને પાર્ટી પ્લોટ બનાવવા માટે બે વર્ષ પહેલાં ખાતમુહુર્ત કરાયું હતું. જો વસ્ત્રાલમાં સ્ટોર્મવોટર ડ્રેનેજ નાંખવાની કામગીરી પૂરી થઈ હોત તો તાજેતરમાં વરસેલા મૂશળધાર વરસાદને કારણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ન હોત.
AMC દ્વારા ખાતમુહૂર્ત કરાયાના બે વર્ષ વીતવા છતાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ અને પાર્ટી પ્લોટની કામગીરી કેમ પૂરી થઈ નથી ? તેવો સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રશ્ન કરાતાં અધિકારીઓ કોઈ જવાબ આપી શક્યા નહોતા. આ બાબતે તપાસ કરાવીને જવાબદાર સામે પગલાં લેવામાં આવશે. શહેરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવા અને ચોમાસામાં ગ્રીનવેસ્ટ સહિતના કચરાનો ઝડપથી નિકાલ કરવા પગલાં લેવા સૂચના અપાઈ છે. સ્વચ્છતા અભિયાન પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવતા હોવા છતાં અમદાવાદને ટોપ ફાઈવ સ્વચ્છ સિટીમાં સ્થાન મળ્યું નથી. આગામી દિવસોમાં આ હેતુસર કરાનારો ખર્ચ શહેરને દેશના ટોચના સ્વચ્છ શહેરોમાં સ્થાન અપાવી શકશે? એવો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં હવે થોડો ઉઘાડ નીકળ્યો હોવાથી મ્યુનિ.ના હોટમિક્સ પ્લાન્ટમાંથી ડામરનો ઉપયોગ કરીને જુદા જુદા વિસ્તારોમાં ઝડપથી ખાડા પૂરવાની સૂચના અપાઈ છે. આગામી વર્ષે વરસાદી પાણી ન ભરાય તેને લઈને બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવા માટેની સૂચના આપવામાં આવી છે. ડ્રેનેજ અને વોટર પ્રોજેક્ટના અધિકારીઓને જે સ્થળે પાણી ભરાયા છે તેનો લઈને સર્વે કરી યોગ્ય આયોજન કરવા સૂચના અપાઈ છે. નવા વિસ્તારોમાં 3,000 સ્ટ્રીટ લાઈટો નાંખવા માગણી કરાઈ છે. ચોમાસામાં વિવિધ સ્થળે સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની ફરિયાદોને ધ્યાનમાં લઈને રાત્રિ રાઉન્ડ લેવા અને જરૂરી પગલાં લેવા લાઈટ વિભાગને સૂચના અપાઈ છે.
હાટકેશ્વર બ્રિજ તોડીને નવો બનાવવા રાજસ્થાનના કોન્ટ્રાક્ટરની તૈયારી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 40 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા અને નબળી ગુણવત્તાના કારણે ભ્રષ્ટાચારનો પર્યાય તેમજ વિવાદાસ્પદ બનેલા હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવામાં આવશે. આ હેતુસર ત્રણ- ત્રણવાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હોવા છતાં કોઈ તૈયાર થયું નહોતું. પરંતુ હવે રાજસ્થાનના એક કોન્ટ્રાક્ટર- કંપનીએ હાટકેશ્વર બ્રિજ તોડવા અને નવો બનાવવા માટે તૈયારી દર્શાવી છે. આ હેતુસર ટુંક સમયમાં ટેન્ડર મંજૂરી, વર્ક ઓર્ડર સહિતની ઔપચારિકતા પૂરી કરીને બ્રિજને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ થશે.
Source link