ગુજરાતના તમામ 33 જિલ્લામાં પશુ આશ્રાય સ્થાન બનાવવાની દિશામાં રાજ્ય સરકારે કામગીરી હાથ ધરી છે. તમામ જિલ્લાના કલેક્ટરોને આ માટેના આદેશ પણ કરી દેવાયા છે. કલેક્ટરે તમામ મામલતદારોને સરકારી પડતર કે ખરાબાની જગ્યામાં જમીન સંપાદન અંગેની કાર્યવાહી હાથ ધરવાની પણ સુચના આપી દીધી છે. દિવાળી સુધીમાં રાજ્યમાં સૌપ્રમથ અમદાવાદ જિલ્લામાં ધોળકા અને બાવળા બંને જગ્યાએ રાજ્યનું પહેલું પશુ આશ્રાય સ્થાન બની જશે. ત્યારબાદ સુરેન્દ્રનગર અને ગીર પંથકમાં તે અંગેની કામગીરી કરાશે.
ગાય સહિતના તમામ પશુ-પક્ષીઓને માનવની જેમ જીવવાનો અને અધિકારો મેળવવાનો અધિકાર છે આ ટિપ્પણી સાથે દાયકા પહેલા સુપ્રિમ કોર્ટે દરેક રાજ્ય સરકારોને પશુ આશ્રાય સ્થાન( ઇન્ફરમરીજ) બનાવવાનો આદેશ કર્યો હતો.જે મામલે ગુજરાત સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડ અને કેન્દ્ર સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડના પદાધિકારીની રજૂઆતને ધ્યાને લઇને રાજ્ય સરકારે રસ દાખવીને ગંભીરતાપૂર્વક આ દિશમાં કામગીરી હાથ ધરી છે. તમામ જિલ્લાના મામલતદારોએ આ દરખાસ્ત મામલે સરકારી પડતર અને ખરાબાની જમીન પસંદ કરીને સુચિત સર્વે નંબરની જાણ કરવા માટેના પત્રો પણ લખી દીધા છે.
Source link