GUJARAT

Ahmedabadની પાલડી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન મોંઘીદાટ કાર પોર્શને કરી ડિટેઈન

અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચ દિવસ કરતા પણ વધારે સમયથી પોલીસનું સતત કોમ્બિંગ જોવા મળ્યું છે,વાહન પર બ્લેક ફિલ્મ લગાવી,નંબર પ્લેટ ના હોય,વાહનના કાગળીયા ના હોય તેવા તમામ વાહનોને ડિટેઈન કરવામાં આવે છે,અમદાવાદના પાલડી પોલીસે મોંઘીદાટ કાર પોર્શને ડિટેઈન કરી છે,કેમકે વાહનચાલક પાસે કારના પૂરતા કાગળીયા અને આગળના ભાગે નંબર પ્લેટ ના હોવાથી પાલડી પોલીસે કાર ડિટેઈન કરી છે.

મોંઘીદાટ પોર્શ કાર

પાલડી પોલીસે મોંઘીદાટ પોર્શ કાર ડિટેઈન કરી છે.ચંદ્રનગર બ્રિજ પાસે પોલીસ ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન પોર્શ કારના ચાલક તેમની કાર લઈને ત્યાંથી નીકળ્યા હતા પરંતુ આગળના ભાગે નંબર પ્લેટ ના હોવાથી પોલીસે કાર ચાલકની પૂછપરછ કરી હતી,સાથે સાથે પોલીસે કારના કાગળીયા માંગ્યા પરંતુ અપૂરતા કાગળીયા અને નંબર પ્લેટ ના હોવાથી પોલીસે કારને ડિટેઈન કરી આરટીઓનો મેમો આપ્યો હતો અને કારને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી,જયારે આરટીઓમાં વાહનચાલક દંડ ભરશે ત્યારબાદ તે કાર પોલીસ સ્ટેશનથી છોડાવી શકશે.

પાલડી પોલીસે છેલ્લા પાંચ દિવસમાં કરેલી કામગીરી પર નજર

પાલડી પોલીસે કોમ્બિંગ નાઈટ દરમિયાન અલગ-અલગ વાહનો ચેક કર્યા હતા અને કાગળીયા અને લાયસન્સ ના હોય તેવા વાહનોને ડિટેઈન પણ કર્યા હતા.25 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધીની કામગીરી જોઈએ તો પોલીસે પાંચ દિવસમાં 2669 વાહનો ચેક કર્યા,448 વાહનચાલકોને મેમા આપ્યા,4,73,400નો દંડ ફટકાર્યો છે,એમવી એકટ હેઠળ 174 વાહનો ડિટેઈન કર્યા,બ્લેક ફિલ્મ હોય તેવી 30 કારની બ્લેક ફિલ્મ દૂર કરી,44 એમસીઆર ચેક કર્યા,51 હિસ્ટ્રીશીટરોને ચેક કર્યા,11 ફોર વ્હીલર કાર ડિટેઈન લીધી છે.

અમદાવાદ પોલીસની કોમ્બિંગ નાઈટની કામગીરી

તા.૩૦/૧૧/૨૪ નારોજ અમદાવાદ શહેર પોલીસ દ્વારા અલગ અલગ સ્થળોએ વ્યુહાત્મક પોઈન્ટો ઉપર સિનીયર અધિકારીઓ તેમજ કુલ-૪૯ પોલીસ સ્ટેશનના આશરે ૩૦૦૦ પોલીસ અધિકારી તથા કર્મચારીઓ દ્વારા કોમ્બીંગ કરી વાહન ચેકીંગ તથા મિલ્કત સબંધી ગુનેગારો એમ.સી.આર., હિસ્ટ્રીશીટરો ચેક કરેલ તેમજ પ્રોહી-જુગાર અંગેના કેસો શોધી કાઢવામાં આવેલ તથા વાહન ચેકીંગની કામગીરી દરમિયાન વાહન ચાલકો પાસેથી સ્થળ દંડ વસુલ કરવામાં આવેલ તેમજ ફોર વ્હિલર વાહનોની બ્લેક ફીલ્મ ઉતારવામાં આવેલ તથા ખામી યુકત નંબર પ્લેટ વાળી ટુ વ્હિલર તથા ફોર વ્હીલરવાહનો ડિટેઈન કરેલ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબના કેસો કરવામાં આવ્યા છે.વાહનચેક 12299,મેમા 1179,દંડ વસૂલાત ,10,55,200,વાહન ડિટેઈન 362,એમવી એકટ હેઠળ કાર્યવાહી 43,બ્લેક ફિલ્મ 171 દૂર કરી,પ્રોહીબિશનના 92 કેસ,જુગારના 11 કેસ,મેન્ટર પ્રોજેકટ આરોપી ચેક 200 કર્યા છે.

 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button